માસ્ક ન પહેરવાનો દંડ ભરવા કહેતા યુવકને આવ્યો ગુસ્સો, પોલીસકર્મીની બોચી પકડીને પતાવી…

Published on Trishul News at 2:02 PM, Tue, 14 July 2020

Last modified on July 11th, 2021 at 8:58 PM

કોરોના વાયરસ (Coronavirus)નો ચેપ ફેલાતો અટકાવવા માટે માસ્ક (Mask) પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. સુરતના પુણા સીતાનગર ચોકડી બ્રિજ નીચે માસ્ક વિના બાઈક પર જતા રત્નકલાકાર (Diamond Worker)ને દંડ ભરવાનું કહેવાતા તેણે પોલીસ સાથે માથાકૂટ કરીને અન્ય યુવાનો સાથે મળીને પોલીસ જવાન પર (Attack on Police) હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે બે રત્નકલારની ધરપકડ પણ કરી છે.

કોરોના મહામારી વચ્ચે સુરતમાં દર્દીઓ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. કોરોનાને રોકવા માટે તંત્ર તરફથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં અનેક લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. આવા લોકોને પકડીને પોલીસ દંડ ફટકારે છે. ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાંજે 5.30 વાગ્યાના અરસામાં બાઈક ઉપર માસ્ક વગર જતા લોકોને અટકાવી દંડની કાર્યવાહી કરતા હતા. આ દરમિયાન ત્યાંથી બાઇક પર પસાર થતા અને માસ્ક વગર જતા એક યુવાનને અટકાવ્યો હતો.

કર્મચારીએ યુવકને માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયા દંડ ભરવાનું કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સાથે બોલા ચાલી કરવા લાગ્યો હતો. યુવકે પોલીસકર્મીને કહ્યુ હતુ કે, “મારે દંડ નથી ભરવો. તમારાથી થાય તે કરી લો. તું મને ઓળખતો નથી, હું કોણ છું. મારી ઓળખાણ બહુ ઉપર સુધી છે. અહીંથી ચાલ્યા જાવ.” જોકે, પોલીસની સમજાવટ બાદ તેણે રૂ.200 દંડ પેટે આપી પોતાનું નામ ધર્મેશ લખાવી દંડની રસીદ લીધી હતી.

જે બાદમાં પોલીસ સાથે ગાળાગાળી કરવા માંડતા લોકો એકત્ર થઈ ગયા હતા. જે બાદમાં યુવકે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન એક અન્ય યુવક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. આ યુવકે ધર્મેશને કોર્ડન કરીને રીક્ષામાં બેસાડી દીધો હતો. બીજા યુવાને ઝપાઝપી કરી માર મારતા પોલીસકર્મીના ચહેરા અને ગળાના ભાગે ઇજા થઈ હતી.

આ દરમિયાન ધર્મેશે પણ ધમકી આપી હતી કે, “આજે કોઈને નહીં મૂકું. તમને બધાને અહીંથી જીવતા નહીં જવા દઉં. જાનથી મારી નાખીશ.” ધર્મેશ અને અન્ય યુવાને પોલીસકર્મી વનરાજસિંહના ગળાના ભાગે જોરથી વળગી રહી દબાવી રાખતા અન્ય પોલીસ જવાનો તેમને છોડાવ્યા હતા. જે બાદમાં બંનેને પોલીસ મથકે લઇ જઈને ધર્મેશ કાનજીભાઈ આહિર અને નિલેશ મનુભાઈ લાડુમોર વિરુદ્ધ પોલીસ પર હુમલો અને પોલીસના કામમાં રૂકાવતનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

આ દરમિયાન ધર્મેશે પણ ધમકી આપી હતી કે, “આજે કોઈને નહીં મૂકું. તમને બધાને અહીંથી જીવતા નહીં જવા દઉં. જાનથી મારી નાખીશ.” ધર્મેશ અને અન્ય યુવાને પોલીસકર્મી વનરાજસિંહના ગળાના ભાગે જોરથી વળગી રહી દબાવી રાખતા અન્ય પોલીસ જવાનોએ તેમને છોડાવ્યા હતા. જે બાદમાં બંનેને પોલીસ મથકે લઇ જઈને ધર્મેશ કાનજીભાઈ આહિર અને નિલેશ મનુભાઈ લાડુમોર વિરુદ્ધ પોલીસ પર હુમલો અને પોલીસના કામમાં રૂકાવટનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "માસ્ક ન પહેરવાનો દંડ ભરવા કહેતા યુવકને આવ્યો ગુસ્સો, પોલીસકર્મીની બોચી પકડીને પતાવી…"

Leave a comment

Your email address will not be published.


*