પહેલા ધોરણમાં ભણતા સુરતના બાળકે એવી સિદ્ધી હાંસલ કરી કે, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અંકિત થયું નામ

સુરત(Surat): શહેરમાં નાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ(India Book of Records)માં સુરતના ભૂલકાઓ એક આસમાની સિતારો બનીને ઝળહળી રહ્યા છે. આ વચ્ચે વધુ એક 7…

સુરત(Surat): શહેરમાં નાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ(India Book of Records)માં સુરતના ભૂલકાઓ એક આસમાની સિતારો બનીને ઝળહળી રહ્યા છે. આ વચ્ચે વધુ એક 7 વર્ષના બાળકે સિંગલ ડિજિટ નંબરોનું ઝડપી એડિશન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાત સહીત પરિવારનું નામ રોશન કર્યું છે. જો કે બાળકની વિશેષ ખાસિયત એ છે કે, તે ઊંધો લટકીને ગણતરીની સેકન્ડમાં મોટા મોટા એડિશન કરે છે. સામાન્ય રીતે ગણિત જેવો વિષય દરેક લોકોના વિદ્યાર્થીકાળનો દુશ્મન હોવાની વાતો જાણવા મળતી હોય છે. ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓના પ્રિય વિષય તરીકે ગણિત જોવા મળે છે.

ત્યારે સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારના આર્નવ એપાર્ટમેન્ટમાં રહેતા કિયાન જૈનનો ગણિત પ્રત્યેનો લગાવ જોઈને ભલભલા ચોંકી ઉઠ્યા છે. કિયાન ધોરણ-૧માં અભ્યાસ કરી રહ્યો છે અને કીયાને લોકડાઉનમાં જ એબેકસના કલાસ કરવાના શરૂ કરી દીધા હતા. આટલી નાની ઉંમરે કિયાને સિંગલ ડિજિટ નંબરોનું ઝડપી એડિશન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સીધા બેસીને ગણિતના પ્રશ્નો હલ કરવામાં પણ લોકોનો પરસેવો પડી જાય છે ત્યારે કિયાન આ ગણતરી ઉંધો લટકીને ગણતરી કરે છે જે તેની એક વિશેષ ખાસિયત છે.

કિયાનની માતા શ્વેતાબેને જણાવતા કહ્યું છે કે, લોકડાઉનના સમયે અમને બાળકોને ખામી અને ખૂબી બન્ને જોવા મળી હતી. જેથી અમે જૂન મહિનામાં કિયાનને એબેકસના ટ્યુશન ક્લાસિસ શરૂ કરાવ્યા હતા અને કીયાનને ટીવી, મોબાઇલ વગેરે ગેજેટની કોઈ પણ પ્રકારની ટેવ નથી. જેથી તેણે લોકડાઉનમાં એટલી બધી પ્રેક્ટિસ કરી કે આજે તે પહેલા ધોરણનો હોવા છતાં પણ ધોરણ ૩-૪ ની ગણતરી કરવા લાગ્યો છે.

વધુમાં જણાવતા કહ્યું છે કે એકવાર રમતા રમતા તેણે ઊંધા લટકીને એબેકસ ગણિતનો એક વિડીયો પણ સોલ્વ કર્યો હતો. તે દિવસથી તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તે હવે દરેક ગણતરી ઊંધો લટકીને જ કરી રહ્યો છે. ૪ ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની સ્પર્ધામાં તેણે તેનો પહેલો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. સાથે જ અમદાવાદમાં તેણે ટાએકવોન્ડોમાં રાજ્ય લેવલે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *