સુરતના વરાછામાં લાયસન્સના નામે છેતરપીંડી નું કૌભાંડ બહાર આવ્યું..

સુરતના વરાછામાં રૂપિયા 5000 માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો જેને લઇ…

સુરતના વરાછામાં રૂપિયા 5000 માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો જેને લઇ આજે ભોગ બનનાર તમામ લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો

મોટર વ્હીકલ એક્ટમાં નિયમોના ઉલ્લંઘન બદલ ભારેખમ દંડ લાગુ કરતાની સાથે જ આરટીઓ પર લોકોની લાંબી લાઈન લાગી રહી છે.લોકોની જરૂરિયાત અને મજબુરીનો ફાયદો ઉઠાવવા લેભાગુઓ પણ મેદાને પડયા છે. ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવ્યા વગર જ

૫૦૦૦માં લાયસન્સ અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા જોકે બાદમાં એજન્ટ પૈસા ઉઘરાવી ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યો હતો . સરકારી કાર્યવાહીની ગંધ આવતા લેભાગુએ બંને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.

જેથી વરાછા ખાતે આવેલ શ્રેયાંસ ડાયમંડ સેન્ટરનીઓફિસે લોકોએ ભેગા થઈ હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ હતી. હાલ તો વરાછા પોલીસે બનાવમાં પૂછપરછ શરૂ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *