સુરત પોલીસ ફરી વિવાદમાં: ‘દેખ દેખ તેરા બાપ આયા’ સોંગ ઉપર સચિન પોલીસની PCR વાનમાં બનાવ્યો વીડિયો- જુઓ વાઇરલ વિડીયો

Published on Trishul News at 11:54 AM, Fri, 18 June 2021

Last modified on June 18th, 2021 at 11:54 AM

પોલીસ જવાનો પોતાની વર્દીમાં ફિલ્મી ગીતો પર અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પોલીસની ગાડી સાથે વીડિયો મુકતા વિવાદ ઉભો થયા છે. ત્યારે ફરી એકવાર સુરતના સચિન પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે આ પોલીસની ગાડીમાં પોલીસ નહી પરંતુ કોઇ અન્ય વ્યક્તિ ચલાવતો હતો.

સુરત પોલીસ અવાર નવાર વિવાદમાં સામે આવતી રહે છે. પોલીસના જવાનો પોલીસ વર્દીમાં વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાનમાં આવતા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સુરતના સચિન પોલીસ સ્ટેશનન પાસેનો એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયોમાં પોલીસની ગાડી કોઇ ખાનગી વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવતા સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બન્યો છે.

સૌથી મોટો વિવાદ ઉભો થયો છે કે, આ ગાડીનો ડ્રાઇવર જે પોલીસ કર્મચારી નથી તો તેની જગ્યા પર અન્ય કોઇ વ્યક્તિ ચલાવતો હતો. આ વ્યક્તિ કોણ છે અને તેને ગાડી ચલાવવા કોને આપી આ મામલે વિવાદ ઉભો થયો છે. આ વીડિયો અને ગાડી ચલાવતા યુવાન વિરુદ્ધ પોલીસ કમિશનર અજય કુમાર કેવા પગલા ભરે છે તે જોવું હવે બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરત પોલીસ ફરી વિવાદમાં: ‘દેખ દેખ તેરા બાપ આયા’ સોંગ ઉપર સચિન પોલીસની PCR વાનમાં બનાવ્યો વીડિયો- જુઓ વાઇરલ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*