દીકરાનું પરિણામ જોઈ ખુશીના આંસુએ રડી પડ્યા દિવ્યાંગ માતા-પિતા, રત્નકલાકારનો દીકરો ધો10 માં લાવ્યો 95.33 ટકા

Published on: 6:35 pm, Thu, 25 May 23

Vraj Satani, Surat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરવામાં અવાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પરિણામમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં સારા માર્ક મેળવીને ડંકો વગાડ્યો છે અને પોતાના પરિવાર અને માતા-પિતાના નામની સાથે સમગ્ર રાજ્યનું નામ ખુબજ રોશન કર્યું છે.

ત્યારે ડાયમંડ સીટી સુરતના વ્રજે 95.33 ટકા મેળવી પોતાના પરિવારનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે. મળેલી માહિતી અનુસાર વ્રજના પિતા પિતા રત્નકલાકાર છે અને વ્રજના માતાપિતા બંને દિવ્યાંગ છે, તેમના ઘરની આર્થિક સ્થિતિ પણ સામાન્ય છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ વર્ષોથી સુરતમાં સુરેશભાઈ સતાણી પરિવારના દીકરાએ ઘોરણ 10માં 99.95 પીઆર મેળવીને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

મળેલી માહિતી અનુસાર વ્રજ તપોવન સ્કૂલમાં ધોરણ 10નો અભ્યાસ કરીને પરીક્ષા આપી હતી, વ્રજને ધોરણ 10માં 99.95 પીઆર મેળવ્યાતાની સાથે 95.33% સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. વ્રજના પરિણામને લઈને વ્રજે અને તેનો પરિવાર ખુબજ ખુશ છે. વ્રજ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, વર્ષની શરૂઆતથી જ તેણે તૈયારી શરૂ કરૂ દીધી હતી અને ધ્યેય રાખ્યો હતો કે સારુ પરિણામ લાવવું છે અને પરિવારનું નામ રોશન કરવું છે. વધુમાં તેણે કહ્યું કે હવે મારી આગળ ભણીને ડોક્ટર બનવાની ઈચ્છા છે.

ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ આવ્યું
ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 નું 64.62% પરિણામ આવ્યું છે. જો ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો, સૌથી વધુ 76.45% પરિણામ સુરત જિલ્લાનું છે, ત્યારે સૌથી ઓછુ 40.75% પરિણામ દાહોદ જિલ્લાનું છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી બધારે પરિણામ 95.92% છે, ત્યારે સૌથી ઓછુ 11.94% પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું છે. 64.18% પરિણામ અમદાવાદ શહેરનું આવ્યું છે, તેમાંથી અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 65.22% છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% અવાયું છે, વડોદરા જિલ્લાનું પરિણામ 62.24% આવ્યું છે. તમને ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ આ વર્ષે 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7 લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7 લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 10 નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર આજે જાહેર કરવામાં આવ્યું છે. તમે ધોરણ 10 નું પરિણામ WWW.GSEB.ORG પર જોઈ શકો છો, તે ઉપરાંત WhatsAppના માધ્યમથી પણ તમે ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો. વ્હોટ્સએપથી 6357300972 નંબર પરથી તમે પરિણામ જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.