ફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: સિગારેટ ન આપતાં મિત્રે જ કરી મિત્રની હત્યા

Published on Trishul News at 12:12 PM, Sat, 27 March 2021

Last modified on March 27th, 2021 at 12:18 PM

રાજ્યમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણીવાર તો દીકરો માતા-પિતાની અથવા તો કોઈવાર પતિ પત્નીની હત્યા કરી નાંખતો હોય છે ત્યારે હાલમાં હત્યાનો વધુ એક બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સચિન GIDC નજીક આવેલ પાલીવાલ પોલીસ ચોકી પાસે એક યુવકને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આ હત્યા પાછળનું એકમાત્ર કારણ ફક્ત 5 રૂપિયાની બીડી હતી. આ કરપીણ હત્યાના કેસમાં 4 આરોપીને સચિન GIDC પોલીસ દ્વારા પકડી પાડીને જેલનાં હવાલે કરી દેવામાં આવ્યા છે. સચિન GIDCમાં રોડ નં-6 નજીક શોપિંગ સેન્ટરના ઘાબા પર 2 કામદાર મિત્રો વચ્ચે ફક્ત 5 રૂપિયાની બીડી લઈને સમગ્ર મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

ટેરેસ પર રહેતા પવને બીડી મિત્ર અશોક પાસે માંગી હતી. અશોક પાસે બીડી ન હોવાંથી પવને બુધવારની મોડી રાત્રે તેની સાથે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં મૃતક પવન ગરાસીયાએ અશોકને લાકડાનો ફટકો મારી દેવમાં આવતા અન્ય મિત્રોએ આવીને મામલો થાળે પાડયો હતો.

થોડીવખત બાદ પવને પાછો આવીને ઝઘડો કર્યો હતો. જેથી ત્યાં સૂતેલા અન્ય મિત્ર રઘુને લાકડાનો ફટકો મારવામાં આવ્યો હતો. જેથી 4 મિત્રો પવન પર તૂટી પડ્યા હતા. પવનને લાકડાનો ફટકો માથામાં મારી દેતા તેને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

સચિન GIDC પોલીસે પવનના હત્યારા અશોક ઉર્ફે જાડીયો, રઘુ વિશ્વકર્મા, શિવા પાંડે તથા પંકજ રાજપુતની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓની વહેલી સવારમાં અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક પવન ગરાસીયા તેની પત્ની તથા સંતાનોથી અલગ રહે છે અને પવન માતા સાથે રહેતો હતો. મૃતક અગાઉથી જ ઝનુની માનસિકતા ધરાવતો હોવાંથી ઘણીવાર લોકો પાસે રૂપિયા માંગીને પરત ન આપે તો મારામારી પણ કરતો હતો. ત્યારે તેના આ જ સ્વભાવને લઈ વાત તેની હત્યા સુધી પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: સિગારેટ ન આપતાં મિત્રે જ કરી મિત્રની હત્યા"

Leave a comment

Your email address will not be published.


*