સુરતની ઋષિતા ભાલાળાએ પુરુષોને પણ શરમાવે એટલી પુરપાટ ઝડપે બાઈક ચલાવીને સર્જ્યો વિક્રમ.

Published on Trishul News at 4:07 PM, Tue, 9 July 2019

Last modified on May 29th, 2020 at 12:24 PM

ચેન્નઇ ખાતે યોજાયેલી મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં સુરતની ઋષિતા ભાલાળા પાંચમાં કર્મે આવી. ચેન્નઇ ખાતે બાઇક રેસિંગમાં સુરતની ઋષિતા ભાલાળાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે.  સુરતની 23 વર્ષની પાટીદાર દિકરી ઋષિતા ભાલાળાએ મોટર સાયકલ રેસિંગમાં દેશમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો.

એમ.એમ.આર. ટી.(મદ્રાસ મોટર રેસ ટ્રેક) ચેન્નાઈ માં દર વર્ષે યોજાતી મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશીપ-૨૦૧૯માં TVS ONE MAKE CHAMPIONSHIP- GIRLS રેસમાં સમગ્ર ભારતમાંથી ૧૬ ગર્લ્સની પસંદગી કરવામાં આવેલી હતી જેમાં ગુજરાત તરફથી એક માત્ર ઋષિતા ભાલાળાની પસંદગી થઈ હતી.

મૂળ અમરેલી જિલ્લાના શાંતિનગર ગામના વતની ગીરીશભાઈ ભાલાળા વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે. તેમની દીકરીને નાનપણથી જ બાઇક ચલાવવાનો શોખ છે. આથી ૧૯ વર્ષની ઉંમરથી જ તે બાઈક ચલાવી રહી છે. ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઋષિતાએ એમ.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.પરંતુ બાઈકનો શોખ હોવાથી તેમને જોબ છોડી વડોદરા ખાતે બાઇક રાઈડની પ્રેક્ટિસ માટે જતી હતી.

રેસિંગ માટે કુલ ૮૦ એન્ટ્રી આવેલી હતી. જેમાંથી ૪૦ રેસરને બોમ્બે તથા ૪૦ રેસરને બેંગ્લોર પ્રાથમિક રેસ માટે બોલાવવામાં આવેલા હતા. કુલ ૮૦ એન્ટ્રી માંથી ૪૦ રેસર ક્વોલિફાઈ કરવામાં આવેલા હતા. હવે ફાઇનલ ક્વોલિફાઈ માટે ૧૬ રેસલરની પ્રસંદગી કરવામાં આવેલી હતી જેમાં પણ ઋષિતાએ ૨ મીનીટ અને ૩૦ સેકેન્ડમાં ૩.૭૫ કિમિ અંતર કાપીને પાંચમા ક્રમ સાથે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું.

૫ થી ૭ જુલાઈ ૨૦૧૯ ના રોજ ત્રણ દિવસ સુધી ચેન્નઈમાં આવેલા મદ્રાસ મોટર રેસ ટ્રેકમાં ફાઇનલ રેસ યોજાઈ હતી જેમાં ગુજરાતમાંથી સુરતની ઋષિતા ભાલાળાએ ૬ લેપ્સ ફક્ત ૧૨ મિનિટ અને ૨૬ સેકેન્ડ માં પૂર્ણ કરી પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું છે.
રેસમાં ટોટલ ૬ લેપ્સ હતા પ્રત્યેક લેપ્સ ૩.૭૧૭ કિમિ નો હતો જેમાં ઋષિતાયે એક લેપ્સ ફક્ત ૨ મિનિટ અને ૨૬ સેકેન્ડમાં પૂર્ણ કર્યો હતો.

૪.૫ કિલોનો સૂટ

૧ કિલોનું હેલ્મેટ

૦.૮ કિલો ગ્લોઝ અને સૂઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "સુરતની ઋષિતા ભાલાળાએ પુરુષોને પણ શરમાવે એટલી પુરપાટ ઝડપે બાઈક ચલાવીને સર્જ્યો વિક્રમ."

Leave a comment

Your email address will not be published.


*