માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં યુવકનું એવી રીતે મોત થયું કે, જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

Published on: 5:21 pm, Wed, 5 May 21

સુરત શહેરમાં માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઘટના જાણે એમ બની હતી કે, મોબાઇલમાં વ્યસ્ત રહી ને એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત શહેરના પીપલોદ ખાતે વહેલી સવારે મોબાઈલ પર ગેમ રમતી વખતે અચાનક સૂઈ ગયેલો યુવાન પહેલા માળે અગાસી ઉપરથી નીચે પટકાતા મોતને ભેટયો હતો. આ કિસ્સો એ તમામ બાળકો અને તરૂણોના માતાપિતા ને ચેતવણી રૂપ ઘટના છે જે મોબાઇલમાં રચ્યા પચ્યા રહે છે. ખાસ કરીને દીકરા-દીકરીના માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય.

હાલમાં આજની યુવા પેઢી જાણે મોબાઈલની એટલી બધી લત થઈ જાય છે કે, તેમને મોબાઈલ ફોન સિવાય બીજી કોઈ દુનિયા નથી તેવું લાગે છે ત્યારે આ મોબાઈલ ફોન માં તલ્લી એક યુવાનું આકસ્માતે મોત ની ઘટના સામે આવી છે સુરત ના પિપલોદ ખાતે રાહુલ રાજ મોલ નજીક આવેલા મિલન બંગ્લોઝમાં રહેતો 18 વર્ષીય અમિત સંતોષ ગોસ્વામી આજે વહેલી સવારે પહેલા માળે અગાસીમાંથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. જોકે  અકસ્માત યુવાન નીચે પટકાતા આજુ બાજુ ન લોકો તતાકાલિક દોડી  આવ્યા હતા.

જોકે, તે યુવાને ખુબ ગંભીર ઇજા પોહચી હતી. જેને લઇને તેને સારવાર માટે તેના પિતા108 એમ્બ્યુલન્સમાં મદદ થી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવીયો હતો  જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. પિતા સંતોષભાઈએ કહ્યું હતું કે, અમિત વધુ પડતો સમય મોબાઈલ પર ગેમ રમતો હતો.

ગઈકાલે રાત્રે પણ તે જમીને મોબાઈલ પર ગેમ રમતો હતો અને મોબાઇલ ગેમમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો તેને લઇને તેની સાથે આ ઘટના બની હતી અને આ કસ્માતે ને લઇને તેનું મોત થયું છે. જોકે, આ ઘટના પગલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વહેલી સવારે  પિતાની આંખ ખુલતા અમિત સુતેલો ન હતો. બાદમાં તે નીચે ગંભીર ઇજા પામેલી હાલતમાં મળી આવ્યો હતો. તે મોબાઈલ ગેમ રમતા રમતા અગાસીની પાળી ઉપર સુઈ ગયા બાદ નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેનું મોત થયું હોવાનું અનુમાન સામે આવ્યું છે.

આ યુવક અગાઉ ધો.10માં બે વખત નાપાસ થયો હતો. તેનો એક નાનો ભાઈ છે. તેના પિતા ડ્રાઇવીંગ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.