સ્પીડ લીમીટના કાયદાનું સુરસુરિયું : કાર એ એક્ટિવાને ટકકર મારતા સુરતના યોગ ચેમ્પિયન યુવકનું મોત, યુવતી ગંભીર

એક તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ લિમિટના કાયદાના પાલનના દાવા કરી રહી  છે તો બીજીતરફ એસજી હાઇવે પર બેરોકટોર પૂર ઝડપે  દોડતા ફોર વ્હીલરથી અકસ્માતના બનાવો…

એક તરફ ટ્રાફિક પોલીસ સ્પીડ લિમિટના કાયદાના પાલનના દાવા કરી રહી  છે તો બીજીતરફ એસજી હાઇવે પર બેરોકટોર પૂર ઝડપે  દોડતા ફોર વ્હીલરથી અકસ્માતના બનાવો બની રહ્યા છે. સોલા આર.સી.ટેકનીકલ ચાર રસ્તા પર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં સુરતના યોગા ચેમ્પીયન યુવકનું કારની ટક્કરથી મોત નીપજ્યું જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે એ  ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સુરતના ઓલપાડ તાલુકાના ઇસનપુર ગામના વતની અને અમદાવાદમાં યોગાના ક્લાસ ચલાવતા યોગા ચેમ્પીન નીર્મલકુમાર અનીલભાઇ પટેલ   (ઉ.વ.૨૩) ગઇકાલે રાત્રે ૧૦.૩૦ વાગે ગોતા હોસ્ટેલ પરથી પોતાની સ્ત્રી મિત્ર ભારતીબહેન .આર. સોલંકી (ઉ.વ.૨૫)ને એક્ટિવા પાછળ બેસાડીને સોલા આર.સી.ટેકનીકલ ચાર રસ્તાથી પસાર થઇ રહ્યા હતા.

આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બન્ને જણા રોડ પર પટકાયા હતા.  આ બનાવના પગલે સોલા ચાર રસ્તા પાસે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. તો બીજીતરફ સ્થાનિક કોઇક વ્યક્તિએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને  બન્નેને  ગભીર હાલતમાં સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં નીર્મલકુમાર પટેલને માથામાં ગંભીર ઇજા થવાના કારણે  સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને હાથે પગે, આંખ સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી, જેથી તેઆને બેભાન હાલતમાં સોલા સિવિલથી વધુ સારવાર માટે અસારવા સિવિલમાં દાખલ કરવામાંઆવ્યા હતા જ્યાં  હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટના બની ત્યારે એક વ્યક્તિએ ફરાર થઇ રહેલા કારના નંબરનો ફોટો પાડયો હતો અને યુવતીના સગાને આ ફોટો આપ્યો હતો. આ બનાવ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારના ચાલક સામે ગુનો નોધીને કારના નંબર આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતના  યોગા ચેમ્પીન  યુવકે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તે અમદાવાદ ગોતા ખાતે હોસ્ટલમાં રહીને વધુ અભ્યાસ સાથે યોગા ક્લાસીસ ચલાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *