યુવતી અને તેની માતા સામે સુરતના આ યુવાને નગ્ન થઈને કરી એવી હરકત કે…

આજે સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવતીના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક યુવાને ફેક આઈડી બનાવી તેનો ફોટો અપલોડ…

આજે સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવતીના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક યુવાને ફેક આઈડી બનાવી તેનો ફોટો અપલોડ કર્યો હતો. યુવતીએ આ યુવાનને ફોટો હટાવી દેવા માટે વિનંતી કરી ત્યારે યુવાને આ યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો.

ત્યારબાદ તે યુવતી સામે વીડિયો કોલમાં નગ્ન થઈ ગયો હતો અને ત્યારબાદ યુવતીની માતા સામે પણ નગ્ન થઈ ગયો હતો. આ અંગે આખરે યુવતી દ્વારા સાઇબર ક્રાઇમમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ સુરતમાં સતત સોશિયલ મીડિયા દ્વારા ફેક એકાઉન્ટ બનાવી હેરાન કરવા સાથે ખાસ કરીને યુવતીઓની ઇજ્જત ઉછાળવાના એક પછી એક કિસ્સા સામે આવી રહી છે.

સુરતના કતારગામ વિસ્તારની એક યુવતીને આવો જ કડવો અનુભવ થયો છે. સુરતના કતારગામ ખાતે પરિવાર સાથે રહેતી યુવતી કૉલેજમાં અભ્યાસ કરે છે. એક દિવસે તેને તેની એક મિત્ર દ્વારા ખબર પડી હતી કે, સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો મૂકવામાં આવ્યો છે.

જોકે, યુવતીએ તપાસ કરતા માલુમ પડ્યું કે, આ એકાઉન્ટ તેનું નથી. આ એકાઉન્ટ ફેક હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ યુવતીએ આ એકાઉન્ટ ધારકનો સંપર્ક કરીને ફોટો ડિલિટ કરી દેવા માટે વિનંતી કરી હતી. જોકે, આ દરમિયાન ફેક એકાઉન્ટ ધારક યુવકે યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. ત્યરબાદ તે તેને ફોન કરીને પરેશાન કરવા લાગ્યો હતો. આ દરમિયાન તે યુવતીને ધાક-ધમકી પણ આપવા લાગ્યો હતો.

એક દિવસ યુવકે યુવતીને ફોન કર્યો હતો અને પોતાનો ચહેરો ન દેખાય તે રીતે નગ્ન થઈને યુવતીને પરેશાન કરવા લાગ્યો હતો. યુવતીએ સમગ્ર ઘટના અંગે તેની માતાને વાત કરતા માતાએ યુવકને વિનંતી કરી હતી. આ દરમિયાન યુવક યુવતીની માતા સામે પણ નગ્ન થઈને તેને પરેશાન કરવા લાગ્યો હતો. આ વાતને લઈને યુવતીએ આખરે પરેશાન થઈને માતા સાથે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચીને યુવક સામે ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યું છે કે, આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને યુવકની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *