સુરત રહેતા યુવાનો સ્વખર્ચે વતન બોટાદને બનાવશે હરિયાળું શહેર, 5000 વૃક્ષો વાવી કર્યો આરંભ

વધતી જતી ગરમી અને વરસાદથી હાલ તો લોકો અને જગતનો તાત પરેશાન છે. ત્યારે બોટાદ જેની જન્મભૂમિ અને સુરત જેને કર્મભૂમિ છે એવા વિપુલભાઈ ઇટાલીયા…

વધતી જતી ગરમી અને વરસાદથી હાલ તો લોકો અને જગતનો તાત પરેશાન છે. ત્યારે બોટાદ જેની જન્મભૂમિ અને સુરત જેને કર્મભૂમિ છે એવા વિપુલભાઈ ઇટાલીયા કે જેવો પર્યાવરણના ખુબ જ પ્રેમી છે. તેઓ સમયાંતરે પોતાના વતન બોટાદમાં આવતા હોય છે.

ત્યારે બોટાદ શહેરમાં પણ વધી રહેલા તાપમાન ને પગલે વિચાર કર્યો કે આપણે બોટાદ ને ગ્રીનસીટી બનાવીએ. જે વિચાર પોતાના મિત્રો વચ્ચે મુકતા તમામ લોકોએ તેમને પ્રોત્સાહન આપ્યું અને મિશન ગ્રીન બોટાદ નું નામકરણ કર્યું અને સૌ લોકોએ અભિયાન હાથે ધર્યું. વિપુલભાઈ ઇટાલીયા સાથે બોટાદના યુવા ઉદ્યોગપતિ અભિન કળથીયાએ પણ આ કાર્યક્રમ માં યોગદાન આપ્યું હતું.

બોટાદ ની વિવિધ સંસ્થા તેમજ એસોસીએશનની મુલાકાત લેતા તમામ લોકો એ તન મન થી અને ધનથી સહકાર આપ્યો હતો પ્રથમ તબક્કે પાંચ હજાર વૃક્ષો વાવી બોટાદને ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ ની શરૂઆત કરી હતી.

મિશન ગ્રીન બોટાદના શુભારંભ પ્રસંગે આ સરાહનીય કાર્ય ને પ્રોત્સાહન આપવા બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર તેમજ પૂર્વ ધારાસભ્ય સહિત ફોરેસ્ટ અધિકારી તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કલેકટરના હસ્તે વૃક્ષારોપણ કરી મિશન ગ્રીન બોટાદ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી હાજર સંતો દ્વારા યુવાનોના આ અભિયાનને બિરદાવી સમાજ ઉપયોગી આ કામને ખુબ જ સારું ગણાવી તમામ લોકોને આશીર્વચન પાઠવ્યા હતા. બોટાદ ની વિવિધ સંસ્થાઓ તેમજ એસોસિયેશન જેમ કે ડોક્ટર ગ્રુપ અને એડવોકેટ ગ્રુપ તેમજ ડાયમંડ એસોસિયેશન જેવા અનેક લોકો આ અભિયાનમાં જોડાયેલા હતા.

અને તન મન અને ધનથી સાત આપી આ જન્મભૂમિ અને કર્મભૂમિ નું ઋણ અદા કરવા માટે મિશન ગ્રીન બોટાદ માટે તમામ હાજર લોકોએ આવકારી કલેકટર સુજીતકુમાર દ્વારા પણ બદલાતા ઋતુચક્રમાં વધુ પડતી ગરમીમાં લોકોને રાહત મળશે અને આ કામગીરી ની ખૂબ જ સારી ગણાવી બધા જ લોકોએ કામગીરીને બીરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *