સુરતી કંપનીએ એવા નવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ નહિ રોકી શકે

કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત થઇ ગયું છે. પરંતુ લોકો માટે સૌથી મોટી સમસ્યા હતી કે ચોમાસા દરમ્યાન તેમનું આ માસ્ક ભીનું થઈ…

કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત થઇ ગયું છે. પરંતુ લોકો માટે સૌથી મોટી સમસ્યા હતી કે ચોમાસા દરમ્યાન તેમનું આ માસ્ક ભીનું થઈ જતું હતું. પરંતુ વોકલથી લોકલને પ્રમોટ કરવા સુરતની એક પ્રાઇવેટ કંપનીએ એક એવા માસ્ક તૈયાર કર્યા છે કે જેને વરસાદના પાણી પણ ભીંજાવી નહી શકે. આ ખાસ માસ્ક વોટરપ્રુફ માસ્ક માત્ર પાણીથી જ નહિ, પરંતુ ઓઇલ અને લોહી જેવા અન્ય દ્રવ્યોથી પણ બગડતું થતું નથી. આ ખાસ એન્ટીવાયરસ, એન્ટી બેક્ટેરિયલ વોટરપ્રુફ માસ્કની ડિમાન્ડ હાલ બજારમાં ખુબ જોવા મળી રહી છે.

કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરનાર લોકો માટે સૌથી વધુ મુશ્કેલીઓ ચોમાસામાં ઉભી થઇ રહી છે. ઘરથી નીકળતી સમયે જ્યારે લોકો માસ્ક પહેરે તો વરસાદના કારણે ભીનું થઈ જાય છે. આ મુશકેલીનું સમાધાન સુરતની એક કંપનીએ લાવ્યું છે. કે જેણે વિશ્વનું પ્રથમ એન્ટી બાયોટીક અને હાઈજેનિક વોટરપ્રુફ માસ્ક બનાવ્યું છે. આ વોટરપ્રુફ માસ્કમાં સહેલાઇથી શ્વાસ લઈ શકાય છે. આ માસ્ક એટલા માટે ખાસ છે કારણ કે આ પહેર્યા પછી માસ્ક પર પાણીની કોઈ અસર થતી નથી.

સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. વરસાદથી બચવા વ્યક્તિઓ રેઈનકોર્ટ અથવા છત્રીનો ઉપયોગ કરી લે છે. પરંતુ જ્યારે માસ્ક પહેરવું ફરજિયાત હોય તો માસ્કને પણ વરસાદના પાણીથી બચાવવું જરૂરી થઇ જાય છે. જેથી સુરતની એક કંપનીએ ખાસ વોટરફ્રુફ માસ્ક બનાવ્યું છે. આ માસ્કના ડિઝાઇન વિશે કંપનીના સંચાલક વિરલ દાળિયાએ જણાવ્યું કે, આ માસ્કમાં ત્રણ જુદા જુદા લેયર છે. બહારનું પ્રથમ લેયર પાણીથી રક્ષણ આપે છે. ત્યારબાદ બીજું લેયર સ્પન્જનું છે અને અંદર ત્રીજું લેયર કોટનનું છે. આઠથી દસ જાતના કોટિંગ બાદ આ ફેબરીક તૈયાર કરાયું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ માસ્કની સપાટી સંપૂર્ણ રીતે એન્ટી બેક્ટેરિયલ છે. માસ્ક 150 રૂ સુધીની કિંમત સાથે માર્કેટમાં વેચાતા જોવા મળી રહી છે. માસ્ક ધોઈ શકાય તેવું હોવાના કારણે 30 દિવસ થી 180 દિવસ સુધી ચાલી શકે છે. તમામ ગુણવત્તા નિર્ધારિત કંપનીઓના સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે. લોકલને પ્રમોટ કરવા માટે આ પ્રથમ વોટરપ્રુફ માસ્ક બનાવવામાં આવ્યા છે.આ એક આત્મનિર્ભર અર્ત તરફ પગલું છે.

માસ્કને ડિઝાઈન કરનાર નેન્સી બોધવાળાએ જણાવ્યું કે, આ માસ્ક ખાસ ચોમાસા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણ રીતે બ્રિથેબલ છે. અ માસ્ક ભીંજાતું નથી, જેથી વરસાદમાં લોકોને હેરાનગતિ નહિ થાય. ભારતના લોકો હવે કોરોનાકાળ જેવા મુશ્કેલીના સમયમાં પણ અવસરની શોધ કરવા લાગ્યા છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ આ લોકલ વોટરપ્રુફ માસ્ક છે. ખાસ આ માસ્કના કારણે હવે લોકો વરસાદમાં પણ વિના કોઈ સંકોચે માસ્ક પહેરી ઘરથી બહાર નીકળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *