સુરતના કિન્નરનું આવું રોદ્ર સ્વરૂપ ક્યારેય નહીં જોયું હોય! હાથમાં ગન અને… -જુઓ વાયરલ વિડીયો

Published on: 11:21 am, Tue, 1 June 21

આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral) થયા બાદ વિવાદ ઊભો થતો હોય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સુરતના (Surat) સોશિયલ મીડિયામાં એક કિન્નરનો (Kinner) વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ કિન્નર હાથમાં એરગન (Air gun) લઈ વિડીયો બનાવતા વિવાદ સર્જાયો છે.

હાથમાં એરગન લઈને વિડીયો બનાવનાર કિન્નર નક્કીને ઇન્સ્ટાગ્રામમાં 51.6 હજાર જેટલા ફોલૉવર ધરાવે છે અને તેણે જાતજાતના વીડિયો બનાવ્યા છે. અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ એક વાર આ કિન્નર વિડીયો બનાવવાને લઈ વિવાદમાં આવી હતી. કિન્નરે આ અગાઉ સુરત મનપાની (SMC) કચરા ગાડી સાથે વિડીયો બનાવ્યો હતો. જેને લઈને પણ વિવાદ સર્જાયો છે.

સોશિયલ મીડિયામાં ની કેટલીક વખત લોકોને હસાવતા વીડિયોને લઈને લોકો રાતોરાત સ્ટાર બની જતા હોય છે ત્યારે આવા સ્ટાર બનવાની જરૂર ધ્યાને લઇ કેટલાક લોકો હસી મજાક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરે છે જોકે આ વીડિયોને લઈને કેટલીક વાર વિવાદો પર ઊભા થતા હોય છે ત્યારે સુરતની એક કિન્નર નો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાની સાથે જ વિવાદ ઉભો થયો છે.

વિડીયો બનાવતા સમયે કિન્નર હાથમાં એર ગન રાખીને વિડીયો બનાવ્યો હતો જોકે આ પ્રકારના હથિયાર લઈને જાહેરમાં ફરવું જે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે ત્યારે સુરતના નાણાવટ ખાતે રહેતી નિકિતા પટેલ નામની આ કિન્નર નાવિડીયો વિવાદ સર્જ્યો છે. વિડીયો બનાવવા માટે જાણીતી અંદર થોડા દિવસ પહેલા પણ શહેરના એક બ્રિજ ઉપર મહાનગરપાલિકાની કચરા ગાડી સાથે વિડીયો બનાવવાની લઈને વિવાદ ઊભો થયો હતો જોકે આ મામલે કિન્નર  ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

જોકે, આ સમયે વાયરલ વિડીયો અને લઈને કિન્નર નિક્કી ફરી એક વખત વિવાદોમાં આવી છે ત્યારે એરગન મામલે કિન્નર ઉપર કયા પ્રકારની તંત્ર કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા હાલમાં એક એવું પ્લેટ ફોર્મ બની ગયું છે જેના થાકી લોકો અવનવા વિડીયો બનાવી ફેમસ થઇ જાય છે. પરંતુ ક્યારેક ફેમસ થવાની લાયમાં લોકો વિવાદમાં ફસાય જાય છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સુરતના સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથિયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં એક યુવક બુલેટ બાઈક પર હથિયાર બતાવી તેમજ છુટ્ટા હાથે બાઈક ચલાવતો નજરે પડી રહ્યો હતો.

ખાસ કરીને બાઈક પર સ્ટંટ કરવાની જાણે કે, ફેશન આવી હોય તેમ નવાં નવાં વીડિયો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં એક બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવક અને યુવતી ચાલુ બાઇકે ખુલ્લમ ખુલ્લો પ્રેમ કરી રહ્યા હતા. બાઇક પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈક દરમિયાન આગળ એટલે કે બાઇકની ટાંકી પર આવી જાય છે. જે બાદમાં બંને જાહેરમાં જ ન કરવાની હરકતો કરવા લાગે છે. આ સ્ટન્ટથી બંનેનો જીવ જોખમમાં મૂકાવાની શક્યતા રહેલી હતી.

આવું પહેલી વખત નહિ બન્યું આ પહેલા પણ અનેક વખત સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા વીડિયો વાઈરલ થયા છે. જેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઈક પર સ્ટંટ કરવા સાથે પિસ્તોલ જેવા હથીયાર સાથે સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.