સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-કુડા ચોકડીએ બાઈક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 3 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર(ગુજરાત): ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. તેવામાં ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ પર કુડા…

સુરેન્દ્રનગર(ગુજરાત): ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. તેવામાં ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ પર કુડા ચોકડીએ બાઇક લઇને જતા 3 મિત્રોને પાછળથી આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તમામની હાલત ગંભીર હોવાથી સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, સાંજના સમયે ધ્રાંગધ્રાથી ખરીદી કરી અશોકભાઈ, મુનાભાઈ અને શમ્ભુભાઈ ત્રણેય યુવાનો પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કુડા ચોકડીએ પુરપાટ ઝડપે આવેલી ટવેરા કારે બાઇકને ટક્કર મારતા ત્રણેય યુવાનોને ગંભીર ઈજા પહોચતા ધ્રાંગધ્રાની સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

આ ઉપરાંત, રાજકોટનો પરિવાર વઢવાણ-કોઠારિયા રોડ પર કાર લઇને પસાર થઇ રહ્યો હતો. ત્યારે રવિવારે વહેલી સવારે રસ્તા પર એકાએક આખલો આડો આવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આખલાનું મોત નીપજ્યું હતું. કાર રોડની સાઇડમાં ઉતરી જતા લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. વઢવાણ કોઠારીયા રોડ રજવાડું હોટલની સામે રસ્તા પર એકાએક આખલો આડો આવતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારચાલકે કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડમાં નીચે ઉતરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *