પાઠ્ય પસ્તકોમા પણ છવાયા સુશાંત સિંહ રાજપૂત, જુઓ ધડાધડ વાયરલ થઈ રહ્યા છે આ ફોટાઓ

Published on: 2:52 pm, Fri, 7 May 21

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધનને કારણે તેમના પરિવાર, ચાહકો અને આખા ફિલ્મ જગતને મોટો જટકો લાગ્યો છે. આજે પણ લોકોને તેમના પ્રત્યે ખુબ પ્રેમ છે અને તેમના ચાહકો અભિનેતા સુશાંત સિંહ રાજપુતને લગતા ફોટો અને વિડીઓ જોઇને લોકો તેમને યાદ કરતા હોય છે.

આ દરમિયાન હાલમાં જ સુશાંત સિંહ રાજપુત વિશે કેટલાક ફોટાઓ અને પોસ્ટ ધડાધડ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટ જોતા એવું લાગી રહ્યું છે કે તેમની તસ્વીર શાળાના પાઠ્યપુસ્તકોમાં જોવા મળી રહી છે. આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફોટો કોઈ પાઠ્યપુસ્તકમાં હોઈ તેવું લાગી રહ્યું છે. સ્કુલના બાળકોના પુસ્તકોમાં સુશાંત સિંહ રાજપુતની તસ્વીર જોઇને તેમના ચાહકો ખુબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ટ્વિટર યુઝર દ્વારા કરવામાં આવ્યું છે પોસ્ટ:
હાલમાં જ ટ્વિટર પર સુશાંત સિંહ રાજપૂત વિશેની ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે ટ્વિટર યુઝર Sandy (Justice4SSR) નામના એક વ્યક્તિએ સુશાંત સિંહ રાજપૂતને લગતી પોસ્ટ શેર કરવામાં આવી છે અને યુઝરે લખ્યું છે કે, આ મારી નાની કજીનની બહેનની સાયન્સની બૂક છે, જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે મનુષ્ય શું છે, પ્રાણી શું છે. જેમાં મનુષ્યના ઉદાહરણ તરીકે સુશાંત સિંહ રાજપૂતનું ચિત્ર અહી દર્શાવવામાં આવ્યું છે. આ પાઠ્યપુસ્તક બંગાળ ભાષામાં છે. જુઓ યુઝર દ્વારા કરવામાં આવેલ પોસ્ટ

સુશાંતની તસવીર જોઈને ચાહકો ગર્વ મહેસુસ કરી રહ્યા છે:
જયારે હાલમાં જ ટ્વિટર પર Smita GLK Parikh – SSR નામના એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. જે પોસ્ટ માં લખ્યું છે કે, હજુ એક પ્રાથમિક બંગાળી પાઠ્યપુસ્તકે પ્રિય સુશાંત સિંહ રાજપૂતની તસ્વીર શેર કરી છે. જેમાં એક પરિવારના ફાધર ફિગરને દેખાડવામાં આવે છે. એકાઉન્ટ પર પોસ્ટ શેર કરવામાં આવી છે તેમાં લખ્યું છે કે  હું આ જોઇને ખુબ ગર્વ અનુભવું છું અને કહ્યું છે કે અમારા શિક્ષણ બોર્ડને પણ તેઓ શ્રેષ્ઠ લાગે છે.

અહિયાથી લેવામાં આવી છે આ તસવીર:-
અમે તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં બતાવવામાં આવેલ સુશાંતની તસ્વીર ‘પવિત્ર રિશ્તા’ સીરીયલમાંથી લેવામા આવી છે. જે સીરીયલમાં અંકિતા લોખંડે તેમની પત્ની તરીકેની ભૂમિકા ભજવેલ છે.આ સાથે સીરીયલમા જોવા મળતા બાળકો પણ આ પુસ્તકમાં જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.