સુશાંત સિંહ કેસ: આત્મહત્યા કે મર્ડર? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો

ગઈકાલે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર શુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતે આત્મહત્યા કરી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ…

ગઈકાલે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર શુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતે આત્મહત્યા કરી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેના ઘરે પહોંચી હતી. અહેવાલો અનુસાર, સુશાંતના ઘરના નોકરે પોલીસને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી.

સુશાંત સિંહ રાજપૂતની ડેડબૉડીનું ગઈકાલે રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રવિવારની સવારે સુશાંત સિંહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ સુશાંતની લાશને મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. કૂપર હોસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતની ડેડબૉડીનું રવિવારે જ સાંજે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સુશાંતનું નિધન ફાંસીને કારણે શ્વાસ રૂંધાવાને કારણે થયું છે. જોકે, રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના ઝેર કે અન્ય કારણે મોત થયું હોય તે વાત કહેવામાં આવી નથી.

રવિવારે જ સુશાંતના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું

સૂત્રોના મતે, શરૂઆતમાં જ આ સુસાઈડનો કેસ લાગતો હતો. જોકે, સુશાંતના વિસરા સહિત શરીરના અન્ય ઓર્ગન સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે જે.જે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, હાલમાં પોલીસ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી તેને લઈ તપાસ કરી રહી છે.

આ અભિનેતા 34 વર્ષનો હતો. તેણે “કાઈપો છે” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું! અને છેલ્લે છીછોરેમાં અભિનય કર્યો હતો. સુશાંતસિંહ રાજપૂત આજે વહેલી સવારે તેના બાંદ્રાના ઘરે લટકતો મળી આવ્યો હતો. જ્યારે તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના કેટલાક મિત્રો પણ ઘરે હતા. તેના રૂમનો દરવાજો તૂટી ગયો હતો અને તે લટકતો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *