સ્વામિનારાયણના સાધુ સામે દુષ્કર્મના આરોપમાં આવ્યો નવો વળાંક, જાણો વિગતો

Published on Trishul News at 9:21 AM, Wed, 31 October 2018

Last modified on October 31st, 2018 at 11:52 AM

થોડા દિવસ અગાઉ સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ પર 20 વર્ષીય યુવતી બળાત્કારનો આરોપ મૂકીને કતારગામ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં નાટકીય વળાંક આવ્યો છે પીડિતાએ આ ફરિયાદ આવેશમાં કરી હોવાનું એફિડેવિટ કરીને આ ફરિયાદ રદ થાય અને આ બાબતે કોઇ કાર્યવાહી ન થાય તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.

20 વર્ષીય યુવતીએ ડભોલી ચાર રસ્તા નજીકના વડતાલ તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરમાં રસોઈયાનું કામ કરતા સ્વામી કારણસ્વરૂપ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બીજા દિવસે સ્વામીની ધરપકડ થઈ હતી અને કોર્ટમાં રજૂ કરીને સ્વામીને કસ્ટડીમાં મોકલી અપાયા હતા. ત્યારબાદ આરોપી તરફના પક્ષે શહેરના વકીલ કલ્પેશ દેસાઇ અને કેતન રેશમવાલા ને સુપરત કર્યો હતો. તેમણે હાઇકોર્ટમા ફરીયાદ રદ કરવા માટે પિટિશન ફાઈલ કરી હતી જેની સુનાવણી હાથ ધરાઈ હતી અને ફરિયાદી યુવતીના માતા-પિતા પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.

ફરિયાદી તરફથી હાઇકોર્ટમાં રજૂ થયેલા સોગંદનામામાં આવેશમાં આવીને ફરિયાદ કરી હતી. અને આ ફરિયાદ કરવામાં આવે તો પોતાને કોઈ વાંધો નથી અને પોતે પણ ફરિયાદ તરફે કોઈ કાર્યવાહી આગળ ચલાવી છતાં નથી આથી હાઇકોર્ટે ફરિયાદ રદ કરતો હુકમ આપ્યો હતો. અને સ્વામિનારાયણ ના સાધુ ને આપી હતી.

મંદિર પ્રસાશન જણાવ્યા અનુસાર આ ઘટનામાં ફરિયાદી પણ શંકાના ઘેર વચ્ચે હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમને આ કેસમાં સમાધાન કરવામાં સરળતા પડી હતી. ઉલ્લેખનીય છે કે સાધુની ધરપકડ બાદ બીજા દિવસે મંદિર ટ્રસ્ટી મંડળે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ફરિયાદી યુવતી અને તેના પરિવાર જનોના સીસીટીવી જાહેર કર્યા હતા જેમાં ફરિયાદી યુવતી અને તેના પરિવાર જનો સાધુને માર મારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું.

નાટકીય રીતે સમાધાન થયું તે પાછળ મોટા વહીવટ થયેલા હોવાની વાતને પણ નકારી ન શકાય.

Be the first to comment on "સ્વામિનારાયણના સાધુ સામે દુષ્કર્મના આરોપમાં આવ્યો નવો વળાંક, જાણો વિગતો"

Leave a comment

Your email address will not be published.


*