બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધતા મહિલા પોલીસકર્મીને BJP મંત્રીએ ધમકી આપી

ઉત્તર પ્રદેશમાં જયારે યોગી સરકાર બની ત્યારે જનતાના મગજમાં ભ્રસ્ટાચાર મુક્ત સરકારનો એક વહેમ નાખવામાં આવ્યો જે આજે તૂટી ગયો છે. ઉત્તર પ્રદેશના બીજેપી સરકારમાં મંત્રી સ્વાતિ…

ઉત્તર પ્રદેશમાં જયારે યોગી સરકાર બની ત્યારે જનતાના મગજમાં ભ્રસ્ટાચાર મુક્ત સરકારનો એક વહેમ નાખવામાં આવ્યો જે આજે તૂટી ગયો છે. ઉત્તર પ્રદેશના બીજેપી સરકારમાં મંત્રી સ્વાતિ સિંહ દ્વારા આ કામ થયું છે. સ્વાતિ સિંહનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ લખનઉના COને ફોન પર ધમકી આપતા સાંભળવા મળી રહ્યા છે. આ ઓડિયો વાયરલ થયા બાદ સ્વાતિ સિંહને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું તેડું આવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રીએ DGP પાસે 24 કલાકમાં સમગ્ર કેસનો રિપોર્ટ માંગ્યો છે.

હકિકતમાં છેતરપિંડી કેસમાં અંસલ API ગ્રુપ પર અનેક ફરિયાદ દાખલ છે અને તપાસ ચાલી રહી છે. આ દરમિયાન આ ગ્રુપથી સંકળાયેલા કેટલાક લોકો વિરૂદ્ધ નવેસરથી FIR દાખલ કરી છે. જેને લઈને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી સ્વાતિ સિંહે લખનઉમાં CO કેન્ટ બીનુ સિંહને ફોન પર ધમકી આપવાનો ઓડિયો વાયરલ થયો છે.

આ ઓડિયોમાં મંત્રી સ્વાતિ સિંહ CO બીનું સિંહને FIR દાખલ કરવા બદલ ફટકાર લગાવી રહી છે. આ સાથે જ તેમને આવીને મળવા માટે બોલતા સંભળાઈ રહ્યું છે. આ ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. આ મામલે તેમણે મંત્રીનું રાજીનામું માંગ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ યોગી આદિત્યનાથ ઘણાં નારાજ જોવા મળી રહ્યા છે.

વિવાદોથી જૂનો સબંધ

અગાઉ પર મંત્રી સ્વાતિ સિંહ વિવાદોમાં રહી ચૂકી છે. અગાઉ ઉત્તર પ્રદેશ સરકારમાં મહિલા કલ્યાણ મંત્રી સ્વાતિ સિંહે એક બીયર બારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા, વિપક્ષે યોગી સરકારને આડેહાથ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *