મોટા સમાચાર: ગુજરાતમાં આ તારીખે યોજાશે મંત્રીમંડળની શપથ વિધિ, ધારાસભ્યોને આપવામાં આવ્યો મોટો આદેશ

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat) રાજ્યના નવા મુખ્યમંત્રી(CM) તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) ગઇ કાલ એટલે કે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે નવાં મંત્રીમંડળ(Cabinet)ની રચના કરવામાં…

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat) રાજ્યના નવા મુખ્યમંત્રી(CM) તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) ગઇ કાલ એટલે કે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે નવાં મંત્રીમંડળ(Cabinet)ની રચના કરવામાં આવશે. ત્યારે આ નવા મંત્રીમંડળની રચના થયા બાદ તારીખ 16મીએ આ મંત્રીમંડળની શપથ વિધિ યોજવામાં આવશે. રાજભવન(Raj Bhavan)માં 16 સપ્ટેમ્બરના રોજ નવા મંત્રીમંડળની આ શપથવિધિ યોજાશે. એટલે એક વાત તો નક્કી છે કે, કાં તો આજ સાંજ સુધીમાં અથવા તો આવતી કાલ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવા મંત્રીમંડળની યાદી અચૂકથી જાહેર થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોને આવતી કાલ સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટેની સૂચના આપવામાં આવી છે. આવતી કાલ રાતથી જ સંભવિત મંત્રીઓને કોલ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્યને ગાંધીનગર ન છોડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. એક સાથે 12 જેટલાં મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવશે. અમે તમને જણાવી દઇએ કે, પાટીલના ઘરે ઝમાવડો લાગી ગયો છે. 4 ધારાસભ્યો અનુક્રમે મોહન ઢોડિયા, અરૂણસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ચાવડા અને પિયુષ દેસાઇને ચા-પાણી પીવા માટે બોલાવવામાં આવ્યા હતાં. હવે મુખ્યમંત્રી હાઉસમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડ મળશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ હવે મંત્રી મંડળની રચનાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે. મંત્રીમંડળની રચનાની જવાબદારી કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી હોવાથી તેઓ હાલમાં અમદાવાદમાં છે. તેઓ ગઈ કાલે રાત્રે જ અમદાવાદ આવી ગયા હતાં. ગઈ કાલે રાત્રે એનેક્ષી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી મહાસચિવ બી.એલ.સંતોષ સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યાર બાદ અમિત શાહ દિલ્હી પહોંચી ચુક્યા હતાં.

8 મંત્રીઓની કરવામાં આવશે હકાલપટ્ટી:
મળતી માહિતી અનુસાર, હાલ જે મંત્રીમંડળ છે તેમાથી 8 જેટલા નેતાઓની હકાલપટ્ટી આવશે તેવી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. જેમા કેટલાક સિનિયર નેતાઓની પણ બાદબાકી થશે તેવી સંભાવનાઓ છે. તે સિવાય જે લોકોની કામગીરી નબળી છે તે લોકોની પણ હકાલપટ્ટી કરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે ગઠન:
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા મંત્રીમંડળમાં ઝોન મુજબ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપવામાં આવશે અને 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ટૂંક જ સમયમાં ગઠન કરવામાં આવશે. ત્યારે નવા મંત્રીઓને પોતાની ટીમમાં સમાવેશ કરી શકે તેમ છે. જાણો ક્યાં મંત્રીઓને મળશે સ્થાન.

કોને કોને મળી શકે છે સ્થાન:
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નવા મંત્રીમંડળમાં આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, જીતુ ચૌધરી, મોહન ડોડીયા, ગજેન્દ્રસિંહ પરમાર, અજમલજી ઠાકોર નાયબ દંડક જેવા નેતાઓને સ્થાન મળી શકે તેમ છે.

મંત્રીમંડળમાં કોના સ્થાન યથાવત રહેશે:
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા, ગણપત વસાવા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, જયદ્રથસિંહ પરમારનું સ્થાન યથાવત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *