ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરત- માથાભારે વ્યક્તિ સુર્યા મરાઠીનું તલવાર-ચપ્પુના ઘા ઝીંકી હત્યા, જાણો વિગતે

વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો ઘૂસી આવ્યા હતા. તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કંઈક બાબતે ઝઘડો સર્જાયો હોય શકે અને બાદમાં સામ સામે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘાથી એકબીજાના મોત નીપજ્યાં હતાં. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક સમયના બન્ને મિત્રો સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ બાબતે વાત વણસી હતી અને તેમાં બન્નેએ સામ સામે હુમલો કર્યો હતો. બન્નેના સારવાર દરમિયાન મોત થયાં હતાં. હાલ બનાવના સ્થળે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોઈ ગેંગવોર નહી પરંતુ બે લોકો વચ્ચેનો ઝઘડો હતો. હાલ પરિસ્થિતી કાબૂમાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતો અને ઓફિસ ધરાવતો સૂર્યા મરાઠી ગેંગવોરને લઈને ચર્ચામાં આવતો રહેતો હતો. માથાભારે મનુ ડાહ્યા ગેંગ સાથે અથડામણને લઈને ઘણી વાર જાહેરમાં બનાવો પણ બન્યા હતા. દરમિયાન મનુ ડાહ્યાની હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં સૂર્યા મરાઠીને આરોપી બનાવવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસો પહેલાં સૂર્યા મરાઠીને મનુ ડાહ્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યાના પાંચ દિવસમાં આજે વેડરોડ ખાતે આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી હાજર હતો. દરમિયાન સાત જેટલા ઈસમો ઘૂસી આવ્યા હતા અને તલવાર-ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બન્નેના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

તારીખ 17મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડાહ્યા જ્યારે દાઢી કરાવવા ગયા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી. નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના સાત આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લીંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ તારીખ 5 ફેબ્રુઆરી 2020ના રોજ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેથી પાંચ દિવસ પહેલાં જ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો.

હુમલાખોરો સૂર્યા મરાઠીની ઓફિસમાં ગયા ચપ્પુ અને તલવાર જેવા તિક્ષ્ણ હથિયારો સાથે પ્રવેશ્યા તે સમગ્ર સીસીટીવી સામે આવ્યાં છે. સાતેક હુમલાખોરો ઓફિસમાં આવ્યા ત્યારે સૂર્યાના માણસો ખુરશીમાં આરામ ફરમાવતાં હોય તે રીતે બેસી રહ્યાં હોવાનું સીસીટીવીમાં સામે આવી રહ્યું છે. સુત્રોના મતે આ હુમલો પૂર્વાયોજીત હતો અને તેમાં સૂર્યા મરાઠીના માણસોએ દગો કર્યો અથવા તો સામેલ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.