જેઠા-બબીતાથી લઈને ચંપક ચાચાને તારક મહેતાના એક એપિસોડ કરવાના એટલા રૂપિયા મળે છે કે, આંકડો જાણી હોશ ઉડી જશે

Published on: 12:37 pm, Wed, 5 May 21

વર્ષોથી દેશનો સૌથી લોકપ્રિય શો બનેલા ‘તારક મહેતા ક ઉલટા ચશ્માં’ના દરેક એકટરો આ એક શોથી માલામાલ બની ગયા છે અને હાલ પણ બની જ રહ્યા છે. ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. તેના દરેક પાત્રોએ દેશના દરેક લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. જેઠાલાલ અને બબીતા ​​જીની મીઠી મીઠી વાતોથી શ્રોતાઓનું સૌથી વધારે મનોરંજન થાય છે.

દરેક અભિનેતાની પોતાની ફેન ફોલોવિંગ હોય છે. જોકે, આ શોમાં પણ ઘણા કેરેક્ટર રિપ્લેસમેન્ટ થયા છે, પરંતુ ટીઆરપીમાં કોઈ ફેરફાર થયો નથી. દિશા વાકાણીની ગેરહાજરી હોવા છતાં પણ આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આજે અમે તમને આ શોના કેટલાક પાત્રોના પ્રતિ એપિસોડ પગાર જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ…

શ્યામ પાઠક(પોપટલાલ)- તે શોમાં પોપટલાલનું પાત્ર ભજવી રહ્યા છે. તેમની વાતો પ્રેક્ષકોને ખૂબ મનોરંજન આપે છે. તે એપિસોડ દીઠ 28 હજાર રૂપિયા ફી વસુલી રહ્યા છે. આ શોમાં તે એક પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે.

કુશ શાહ(ગોલી)- કુશ શાહ શોમાં ગોલીનું પાત્ર ભજવી રહ્યો છે. કુશ શાહ એપિસોડ દીઠ 8 હજાર રૂપિયા લે છે.

મંદાર ચાંદવાડકર(ભીડે)- મંદાર ચાંદવાડકર શોમાં આત્મરામ તુકારામ ભીડેનું પાત્ર ભજવી રહ્યા છે. મંદાર ચાંદવાડકર પોતે 20 થી 21 સતત શૂટિંગ કરે છે. તે એપિસોડ દીઠ આશરે 30 હજાર રૂપિયા લે છે.

મુનમુન દત્તા(બબીતાજી)- અય્યરના પત્ની તરીકે શોમાં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા પણ સોસીયલ મીડિયામાં ઘણી એક્ટીવ છે. અને ખાસ કરીને લોકો બબીતા અને જેઠાલાલને સૌથી વધારે સાથે જોવા માંગે છે. મુનમૂન પ્રત્યેક એપિસોડ માટે આશરે 30 હજાર રૂપિયા લે છે.

રાજ અનાડકટ(ટપુ)- રાજ આ શોમાં ટપુની ભૂમિકા નિભાવી રહ્યો છે. જેથાલાલનો એક માત્ર દીકરો ટપુ પણ સોસીયલ મીડિયામાં ઘણો એક્ટીવ છે. રાજ પ્રત્યેક એપિસોડમાં 10 હજાર રૂપિયા લે છે. રાજએ થોડા વર્ષો પહેલા જ ગુજરાતના ભવ્ય ગાંધીની જગ્યા લીધી હતી.

અમિત ભટ્ટ(ચંપક ચાચા)- તમને જણાવી દઈએ કે જેઠાલાલના પિતા અને ગોકુલધામ સોસાયટીના એકમાત્ર વડીલ વ્યક્તિ તરીકે ચંપક ચાચા નામનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ છે. તે એપિસોડ દીઠ 35 હજાર રૂપિયા લે છે. ચંપક ચાચા મહિનામાં 21 દિવસ કામ કરે છે અને બાબુજીએ પોતાના પાત્રથી દેશના લાખો લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે.

દિલીપ જોશી(જેઠાલાલ)- તારક મહેતા શોના લોકલાડીલા અને લીડ એકટર જેઠાલાલનું પાત્ર દિલીપ જોશી નિભાવી રહ્યા છે. ફિલ્મોમાં નાના નાના સીન કરીને આજે દિલીપભાઈએ દેશના કરોડો લોકોના સ્થાનમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. દિલીપભાઈ એક એપિસોડના 55 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

શૈલેષ લોઢા- જેઠાલાલના પરમમિત્ર તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા છે. તેઓ એક એપિસોડ માટે 32 હજાર રૂપિયા ચાર્જ કરી રહ્યા છે અને મહિનામાં 20 થી 21 દિવસ કામ કરે છે.

taarak mehta ka ooltah chashmah from dilip joshi to munmun dutta salary will blow your mind trishulnews1 » Trishul News Gujarati Breaking News

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.