મોટી દુર્ઘટના: બિલ્ડિંગમાં આગ લાગવાથી 46 લોકો જીવતા હોમાયા- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

દક્ષિણ તાઇવાન(South Taiwan)માં 13 માળની રહેણાંક ઇમારત(Residential Building)માં ગુરુવાર એટલે કે આજ રોજ આગ લાગી હતી. જેમાં 46 લોકો માર્યા(46 deaths) ગયા હતા અને 41…

દક્ષિણ તાઇવાન(South Taiwan)માં 13 માળની રહેણાંક ઇમારત(Residential Building)માં ગુરુવાર એટલે કે આજ રોજ આગ લાગી હતી. જેમાં 46 લોકો માર્યા(46 deaths) ગયા હતા અને 41 જેટલા લોકો ઘાયલ થયા હતા. કાઓસુંગ(Kaohsiung) શહેરના ફાયર વિભાગ(Fire Department)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. આગ ખૂબ જ ભીષણ હતી, જેના કારણે બિલ્ડિંગના ઘણા માળ બળીને રાખ થઈ ગયા હતા.

11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા:
તાઇવાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 46 લોકોના મોત થયા છે અને અન્ય 41 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ફાયર વિભાગના વડાના જણાવ્યા અનુસાર કે 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તેમના મૃતદેહોને અલગ સ્થાને મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, 55 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 14 લોકો મૃત્યુ પામ્યા હતા. તમને જણાવી દઈએ કે, તાઈવાનમાં મૃત્યુની સત્તાવાર પુષ્ટિ માત્ર હોસ્પિટલમાં જ કરવામાં આવે છે.

3 વાગ્યે થયો હતો વિસ્ફોટ:
હાલમાં ફાયર બ્રિગેડના જવાનો શોધ અને બચાવ કામગીરીમાં લાગેલા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ સવારે 3 વાગ્યે વિસ્ફોટ સાંભળ્યો હતો. સત્તાવાર નિવેદન મુજબ, બિલ્ડિંગ લગભગ 40 વર્ષ જૂની હતી, ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો અને ટોચ પર એપાર્ટમેન્ટ્સ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *