પ્રચારમાં ભીડ ભેગી કરવા કોંગ્રેસ પાર્ટીએ એવો જુગાડ કર્યો કે, લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા

હાલમાં ચૂંટણીમાં દિવસો નજીક આવતા જોરશોરથી પ્રચાર શરૂ થવા લાગ્યો છે. ત્યારે પ્રચાર દરમિયાન રેલી પણ યોજવામાં આવે છે. રેલીમાં ભીડ ભેગી થાય અને વાહનો…

હાલમાં ચૂંટણીમાં દિવસો નજીક આવતા જોરશોરથી પ્રચાર શરૂ થવા લાગ્યો છે. ત્યારે પ્રચાર દરમિયાન રેલી પણ યોજવામાં આવે છે. રેલીમાં ભીડ ભેગી થાય અને વાહનો વધુ દેખાય તો તેની અલગ અસર પડે છે. આ દરમિયાન જોધપુર વોર્ડમાં કોંગ્રેસના પ્રચારમાં ભીડ ભેગી કરવા માટે બાઈકચાલકને ટોકન આપવામાં આવ્યું હતું અને ટોકન દ્વારા બાઈકચાલકોને પેટ્રોલ આપવામાં આવતું હતું.

આ અંગે કોંગ્રેસ કાર્યાલય પર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સ્ટિંગ ઓપરેશનમાં વોર્ડના કાર્યાલય ખાતે પ્રચાર માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતાં. ત્યારબાદ ટૂ-વ્હીલર લઈને આવેલા વાહનચાલકોને અંદર ટેબલ પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને પોતાનો વાહનનંબર, નામ અને મોબાઈલ નંબર લખાવવા જણાવ્યું હતું. જે બાદ તેમને એક ટોકન આપવામાં આવ્યું હતું. ટોકન આપીને આગળના ચાર રસ્તા પાસે જે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ ભરાવવા જવાનું કહ્યું હતું. પેટ્રોલ ભરાવીને આવનારા લોકોને કોંગ્રેસનો ખેસ પણ આપવામાં આવ્યો હતો. આ ખેસ બાંધીને લોકો રેલીમાં જોડાયા હતા.

જ્યારે કાર્યાલય પરના લોકોની નોંધણી કરતા કાર્યકર્તાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ટોકન લઈને આગળના નવા પેટ્રોલ પંપ પર જશો તો જ પેટ્રોલ પૂરી આપવામાં આવશે અને ટોકન હશે તો જ 100 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવશે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, 5 વાગ્યા પહેલાં જશો તો જ પેટ્રોલ આપવામાં આવશે, પછી કોઈ પેટ્રોલ પૂરી આપશે નહિ.

પેટ્રોલ ભરાવી લોકોની ભીડ પણ થઈ હતી અને મોટી સંખ્યામાં ઉમેદવાર સાથે મળીને રેલી પણ નીકળી હતી. પરંતુ આ રીતે ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા ભીડ ભેગી કરીને રેલી કાઢી પ્રચાર કરવામાં આવે છે. તેવું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *