તાલીબાની મહિલાઓની દયનીય સ્થિતિ – આધેડ ઉંમરના અધિકારીઓ કુમળી વયની યુવતીઓ સાથે કરી રહ્યા છે…

Published on: 3:25 pm, Tue, 21 June 22

કાબુલ(Kabul): ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાને(Taliban) કાબુલ પર કબજો કર્યા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)માં સ્થિતિ અસ્થિર બની છે. દેશમાં મહિલાઓ અને છોકરીઓની સૌથી દયનીય સ્થિતિ સમયાંતરે બહાર આવતી હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ અફઘાનિસ્તાનમાં તાલિબાનના બે અગ્રણી અધિકારીઓએ ઓગસ્ટમાં સત્તા પર કબજો કર્યા પછી અડધાથી ઓછી ઉંમરની મહિલાઓને તેમની બીજી પત્ની બનાવી છે. કંદહાર પ્રાંતના તાલિબાન ગવર્નર 50 વર્ષીય મોહમ્મદ યુસુફ વફાએ 18 થી 20 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે.

આ અંગે જાણવા મળ્યું છે કે, હાજી વફાએ પુત્રી સાથે લગ્ન કરવા માટે તેના નવા સસરાને 36 લાખ પાકિસ્તાની રૂપિયા આપ્યા હતા. આ લગ્ન લગભગ પાંચ મહિના પહેલા થયા હતા. લગ્ન ગુપ્ત રીતે યોજાયા હતા, જેમાં માત્ર થોડા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. માહિતી અને સંસ્કૃતિ વિભાગના નિર્દેશક હાફિઝ રશીદ હેલમંડી સત્તા સંભાળ્યા પછી લગ્ન કરનાર બીજા તાલિબાન અધિકારી છે.

લગ્નના બદલામાં સાસરિયાઓને લાખો રૂપિયા આપ્યા:
મળતી માહિતી અનુસાર, હાફિઝ રાશિદ પણ 50 વર્ષનો છે અને તેની નવી પત્ની લગભગ 20 વર્ષની છે. તે મૂળ હેલમંડના સાંગિન જિલ્લાનો છે. લગ્નના બદલામાં હાફિઝે તેની નવી પત્નીના પરિવારને 28 લાખ પાકિસ્તાની રૂપિયા આપ્યા હતા. આ લગ્ન ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યાના થોડા મહિના પછી થયા હતા. આ અહેવાલો સામે આવ્યા પછી, તાલિબાનના સુપ્રીમ લીડર હૈબતુલ્લા અખુન્દઝાદાએ જાન્યુઆરીમાં એક આદેશ જારી કરીને સરકારી અધિકારીઓને બીજા, ત્રીજા અને ચોથા લગ્ન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

સુપ્રીમ લીડરનો આદેશ પણ બિનઅસરકારક:
અખુંદઝાદાના આદેશને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો, તેથી મે મહિનામાં નવો નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો. તેમના જાન્યુઆરીના આદેશને પુનરાવર્તિત કરતા, અખુંદઝાદાએ મંત્રાલયને આદેશ આપ્યો કે જેઓ તેમના આદેશનું “ભંગ કરે છે” તેમની જાણ કરે. આ પછી હાજી વફાના બીજા લગ્નની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ, તેની બીજી પત્ની કંધારના મૈવંદ જિલ્લાના તૈમૂર વિસ્તારની રહેવાસી છે અને તેનું નામ રઝિયા છે.

બીજા-ત્રીજા લગ્ન કરીને વિજયની ઉજવણી કરવી:
અફઘાનિસ્તાનમાં ન તો કાયદો છે કે ન તો બંધારણ. તાલિબાન શરિયા કાયદાથી દેશ ચલાવે છે. તેથી કેટલાક તાલિબાન નેતાઓ અને કમાન્ડરો માટે, બીજા અને ત્રીજા લગ્ન એ ‘અમેરિકા પર વિજયની ઉજવણી’ કરવાની રીત છે. મળતી માહિતી મુજબ તાલિબાન કમાન્ડર હયાતુલ્લા મુજાહિદે તાજેતરમાં ત્રીજા લગ્ન કર્યા છે. પૂર્વી અફઘાનિસ્તાનમાં જાણીતા તાલિબાન કમાન્ડર બિલાલ ફતેહ સંગીને મે મહિનામાં બીજી વખત લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.