10 વર્ષની છોકરીના જાતીય શોષણ કરવા બદલ 70 વર્ષના વૃદ્ધ નરાધમની ધરપકડ, જાણો કયાંની છે ઘટના

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના તમિલનાડુમાંથી સામે આવી છે.

તમિલનાડુના કોઈમ્બટુરમાંથી આવી જ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, “એક 10 વર્ષીય યુવતી પર જાતીય શોષણ કરવા બદલ 70 વર્ષીય વ્યક્તિની અહીં ધરપકડ કરવામાં આવી છે.” આ કેસમાં પોલીસે એમ પણ કહ્યું કે, ‘આરોપીની ઓળખ કનકરાજ તરીકે થઈ છે, જે કરિયાણાની દુકાન ચલાવે છે.’

આરોપીની ધરપકડ કરીને આજ રોજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય હવે આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એમ પણ કહ્યું હતું કે, તપાસ બાદ જલ્દીથી બધું સાફ થઈ જશે. આ પહેલા પણ ગયા મહિને પણ એક ઘટના બની હતી. ગુમ થયેલી સાત વર્ષની બાળકી સાથે ગયા મહિને જાતીય શોષણ કરાયું હતું અને ગામની એક વ્યક્તિ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસને શંકા હતી કે, તે જાતીય સતામણીનો મામલો છે અને પોલીસે કહ્યું હતું કે, તેના પાડોશી, 25 વર્ષીય વ્યક્તિને આ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, પોલીસે જણાવ્યું હતું કે, છોકરી તેના ઘરની નજીક રમી રહી હતી અને અચાનક તે ગાયબ થઈ ગઈ. તે પછી તેના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મંગળવારે અહીં જણાવ્યું હતું કે સોમવારે સાંજે આ ઘટના બની હતી જ્યારે આરોપી એમ શેકર યુવતીને તેના ઘરની નજીક રમી રહ્યો હતો અને તેના પર જાતીય હુમલો કર્યો હતો. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પીડિતાની માતા તે સ્થળે પહોંચી અને જોયું કે, આરોપી તેના ઘરની યુવતી સાથે જાતીય શોષણ કરી રહ્યો છે. ત્યારબાદ બાળકીને તાત્કાલિક પટ્ટુકોટાઇની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *