અચાનક પાણીનો પ્રવાહ વધવાને કારણે ધોધમાં ફસાઈ ગયા માતા અને પુત્ર, આ રીતે બહાદુરીથી મોતના મુખમાંથી બચાવાયા- જુઓ વિડીયો

Published on Trishul News at 1:48 PM, Wed, 27 October 2021

Last modified on October 27th, 2021 at 2:35 PM

માનવતા અને બહાદુરીનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો તમિલનાડુ(Tamil Nadu)ના સાલેમ જિલ્લા(Salem District)નો છે. અહીંના અનાઈવરી વોટરફોલ(waterfall)માં પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે એક મહિલા તેના બાળક સાથે ધોધમાં ફસાઈ ગઈ. જો કે, કેટલાક લોકોએ તેમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. હવે આ બચાવનો વીડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. જેને જોઈને લોકો એ બહાદુર લોકોની બે મોઢે પ્રશંસા કરી રહ્યા છે. જેમણે માતા અને પુત્રને બચાવવા માટે પોતાના જીવની પણ પરવાહ કરી નથી.

રિપોર્ટ અનુસાર, કલવરાયણ પહાડીઓ પાસે ભારે વરસાદ થયો હતો, જેના કારણે અનાઈવરી વોટરફોલનું જળસ્તર અચાનક વધી ગયું હતું. આ બધું એટલું ઝડપથી થયું કે ત્યાં હાજર પ્રવાસીઓને ત્યાંથી ખસી જવા માટે મોકો જ ન મળ્યો. અનાઈવરી વોટરફોલ સાલેમ જિલ્લામાં એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. જ્યાં સપ્તાહના અંતે લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે. રવિવારે પણ ઘણા લોકો તેની સુંદરતા જોવા માટે પહોંચ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક વાતાવરણ ખૂબ જ ખતરનાક બની ગયું હતું.

આ વાયરલ ક્લિપમાં તમે એક તરફ પાણીનો જોરદાર પ્રવાહ અને બીજી તરફ લપસણા ખડકો જોઈ શકો છો. તેમની વચ્ચે એક મહિલા તેના બાળક સાથે અટવાઈ છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે બચાવ કામગીરી મુશ્કેલ જણાય છે. પરંતુ બે લોકો બહાદુરી બતાવે છે અને માતા અને પુત્રને બચાવવાનો પ્રયાસ કરે છે. આ લોકો કોઈક રીતે તે લપસણી ખડક પર ચઢી જાય છે અને માતા-પુત્રને બચાવે છે. જોકે, તેઓ કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા.

અમે તમને જણાવી દઈએ કે, આ વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ લોકોને થોડા સમય માટે ધોધ પર જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રકારે પોતાના જીવને જોખમમાં મુકીને પ્રતિબંધિત વિસ્તારોમાં ન જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અચાનક પાણીનો પ્રવાહ વધવાને કારણે ધોધમાં ફસાઈ ગયા માતા અને પુત્ર, આ રીતે બહાદુરીથી મોતના મુખમાંથી બચાવાયા- જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*