ગુજરાત: શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBએ બોલાવ્યો સપાટો

Published on: 3:27 pm, Sat, 17 October 20

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરત નજીક તાપી જીલ્લામાંથી આવી છે. આ સમગ્ર ઘટનામાં એક સ્કૂલને તાપી જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવેલી નોટિસ પરત લેવા માટે શિક્ષણાધિકારી બી. એમ. પટેલ  દ્વારા સ્કૂલ ના સંચાલક પાસે રૂપિયા 10 લાખ ની માંગણી કરી હતી જેમાં રૂપિયાની ડિલીવરી ગઈકાલે રાત્રે થવાની હતી. દરમિયાન ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

સરકાર દ્વારા સરકારી કર્મચારી લાંચ લેતા હોય છે ત્યારે આવા લાંચ માંગતા સરકારી કર્મચારી વિરુદ્ધ સતત ફરિયાદ આવતી રહે છે ત્યારે આજ રોજ તાપી જિલ્લા માં 10 લાખ ની લાંચ લેવા મામલે બે અધિકારી ધરપકડ કરવામાં આવી છે તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.

સરકાર દ્વારા સરકારી કર્મચારી લાંચ લેતા હોય છે ત્યારે આવા લાંચ માંગતા સરકારી કર્મચારી વિરુદ્ધ સતત ફરિયાદ આવી રહૈ છે ત્યારે ગતરોજ તાપી જિલ્લા માં 10 લાખ ની લાંચ માંગવાના મામલે બે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.

જે આધારે ગત રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જોકે, છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી.

લાંચના છટકા દરમિયા એકત્રીત થયેલ પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી બન્ને આરોપી વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle