અધધધ… આટલા કરોડના ખર્ચે બનશે નવુ સંસદ ભવન, તસ્વીરો જોઈને ચોકી જશો

ટાટા કંપનીને દિલ્હીમાં નવુ સંસદ ભવન બનાવવાનું કામ મળી શકે છે. તેણે પ્રારંભિક બોલી જીતી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડએ બુધવારે…

ટાટા કંપનીને દિલ્હીમાં નવુ સંસદ ભવન બનાવવાનું કામ મળી શકે છે. તેણે પ્રારંભિક બોલી જીતી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડએ બુધવારે રૂ. 861.90 કરોડના ખર્ચે નવા સંસદ ભવનના નિર્માણ માટે બોલી લગાવી હતી. એલએન્ડટી લિમિટેડે 865 કરોડની બોલી રજૂ કરી હતી.

ટાટા કંપનીએ એક ખાનગી ન્યુઝ ચેનલમાં જણાવ્યું હતું કે, અમે અંતિમ બોલી નહીં પણ L1 બોલી જીતી લીધી છે. ટાટાએ આ માટે લગભગ 862 કરોડનો ખર્ચ નોંધાવ્યો છે, જ્યારે એલએન્ડટીએ 865 કરોડનો ખર્ચ નોંધાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બુધવારે સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWT) એ નાણાકીય બોલી શરૂ કરી હતી. આમાં ટાટા પ્રોજેક્ટ લિમિટેડએ 861.90 કરોડની બોલી લાર્સન અને ટુબ્રોએ 865 કરોડનો ખર્ચ બતાવ્યો હતો. ટાટાની બોલી ઓછી છે, તેથી ટાટાને સંસદનું કામ મળશે તે લગભગ નિશ્ચિત છે.

સંસદ ભવનની ઇમારત ખૂબ જ જૂની થઈ ગઈ છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સંસદનું નવું ઇમારત બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારે આ માટે લીલી ઝંડી આપી દીધી છે.

સંસદનું નવું ભવન હાલના ભવનની નજીક જ બનાવવામાં આવશે. તેનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. એક અનુમાન મુજબ, નવા સંસદ ભવનનું બાંધકામ આગામી 21 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWT) અનુસાર, નવી સંસદ બિલ્ડિંગ પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે અને તે સંસદ હાઉસ એસ્ટેટમાં સ્થિત હશે.

સીપીડબ્લ્યુડીએ કહ્યું કે, હાલની સંસદ તેનું કાર્ય ચાલુ રાખશે અને ત્યાં નવી ઈમારતનું નિર્માણ ચાલુ રહેશે. અગાઉ સીપીડબ્લ્યુડીએ કહ્યું હતું કે, ત્રણ બાંધકામ કંપનીઓને સંસદ ભવનનું નવી ઇમારત બાંધવા માટે નાણાકીય બોલી રજૂ કરવા માટે પાત્ર માનવામાં આવ્યા છે. જેમાં લાર્સન અને ટુબ્રો (L&T), ટાટા પ્રોજેક્ટ્સ, શાપુરજી પાલનજી અને કંપની શામેલ છે. જોકે, ટાટા પ્રોજેક્ટને હવે જવાબદારી સોંપવામાં આવી છે.

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સંસદ ભવનની નવી ઇમારતનું નિર્માણ થવાનું છે. આ બિલ્ડિંગ હાલના સંસદ ભવનની નજીક પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ ઇમારત બે માળની બેઝમેન્ટ સહિતની હશે. સીપીડબ્લ્યુડી મુજબ, બાંધકામ 21 મહિનામાં પૂર્ણ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *