આઠમાં નોરતે મહીસાગર નજીક ભયંકર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકો…

Published on Trishul News at 2:41 PM, Wed, 13 October 2021

Last modified on October 13th, 2021 at 2:41 PM

ગુજરાત: નવરાત્રિ (Navratri) નાં દિવસોમાં રાજસ્થાનના (Mahisagar Accident of Rajasthan Family) એક પરિવારને મહિસાગર જિલ્લામાં ભયંકર અકસ્માત નડ્યો છે. જો કે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પાસેની સરકારી હૉસ્પિટલમાં સતત 1 કલાક સુધી મેદાનમાં ટટળાવ્યા પછી સારવાર આપવાનો ઇન્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાને કારણે માનવતા મરી પરવારી હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક જ પરિવારના 11 લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાની વાત સામે આવી રહી છે. ઈજાગ્રસ્તો રાજસ્થાનમાં આવેલ બાંસવાડાના વતની હોવાનું મનાઈ રહ્યું છે.

બનાવની વિગતો એવી છે કે, રાજસ્થાનમાં આવેલ બાસવાડાનો પરિવાર વીરપુરમાં ધાર્મિકકાર્ય માટે આવ્યો હતો. આ દરમિયાન દર્શન કરીને પાછા ફરી રહેલ પરિવારનો મહિસાગર જિલ્લામાં આવેલ ખાનપુર-લીમડિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં બેકાબૂ બનેલ તવેરા ગાડી ધડામ દઈને ઝાડમાં ઘૂસી જતા બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દરમિયાન આ કારમાં સવાર એક જ પરિવારના 11 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માર્ગ પર ઈજાગ્રસ્ત મહિલાઓને ઢગલાની જેમ જોઈને રૂવાંડા ઊભા થઈ જાય એવાં દૃશ્યો સામે આવ્યા હતા.

આ દરમિયાન ઈજાગ્રસ્તોને ટેમ્પોમાં ભરીને એમ્બ્યુલન્સમાં લુણાવાડામાં આવેલ કોટેજ હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જો કે, પરિવારના આક્ષેપ પ્રમાણે આ વ્યક્તિઓને સારવાર અર્થે 1 કલાક રાહ જોવડાવ્યા પછી સરકારી દવાખાનામાં જગ્યા ન હોવાને લીધે પ્રાઇવેટમાં લઈ જવા જણાવ્યું હતું.

લુણાવાડમાં આવેલ સરકારી હૉસ્પિટલમાં જગ્યા નથી એવું કહીને એક કલાક પછી ઘાયલ પરિવારને જવાનું કહેતા 11 જિંદગીઓ તરફડતી હોવાનાં દૃશ્યો સામે આવ્યા હતા. પરિવારજનોએ ડૉક્ટરો પર ગંભીર આરોપો મૂક્યા હતા. જો કે, પરિવારજનો જણાવે છે કે, ખાટલા ન હોય તો પણ પ્રાથમિક સારવાર આપી શકાતી હતી તે પણ ન આપી તેમજ બહાર તડકામાં ઈજાગ્રસ્તોને રાહ જોવડાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આઠમાં નોરતે મહીસાગર નજીક ભયંકર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકો…"

Leave a comment

Your email address will not be published.


*