કર્ફ્યુંની સાથે જ માવાપ્રેમીઓને લઈ આવ્યા મોટા સમાચાર – આટલા દિવસ સુધી બંધ રહેશે વેચાણ પર પ્રતિબંધ

ગુજરાતમાં કોરોનાનાં વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સંક્રમણમાં ઘટાડો કરવાં માટે રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં રાત્રી કર્ફ્યુંનો ફરી એકવાર અમલ કરવામાં આવી…

ગુજરાતમાં કોરોનાનાં વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સંક્રમણમાં ઘટાડો કરવાં માટે રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં રાત્રી કર્ફ્યુંનો ફરી એકવાર અમલ કરવામાં આવી રહ્યો છે. આવા સમયની વચ્ચે માવાપ્રેમીઓની માટે એક સમાચાર આવી રહ્યાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાથી દિન-પ્રતિદિન ભયાવહ પરીસ્તિથી સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,515 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરોનાએ કુલ 1,500ની સપાટી વટાવી હોય એવું સૌપ્રથમવખત બન્યું છે.

આની સાથે જ ગુજરાતમાં કોરોનાના કેસનો આંક હવે કુલ 1,95,917 થઇ ગયો છે. હાલમાં કુલ 13,285 એક્ટિવ કેસ છે જ્યારે કુલ 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં કુલ 9 લોકોના મોતની સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે કુલ 3,846 થઈ ગયો છે. ગુજરાતમાંથી દર મિનિટે 1થી વધારે વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.

સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં આજથી ચાની લારી તેમજ પાનના ગલ્લા કુલ 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાની લારીઓ તેમજ પાનના ગલ્લાઓ પર થતી ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગર પાલિકા કર્મચારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે.

સુપર સ્પ્રેડર બનતા લોકોની વિરુદ્ધ પહેલાં પગલાં લેવાઇ ચૂક્યા છે. તકેદારીના ભાગરૂપે મહાપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આની ઉપરાંત સુરત મહાનગરપાલિકા કમિશનર તથા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના માટે રિઝર્વ બેડની સુવિધા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. કોરોનાના કેસમાં વધારો થાય તો ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા પૂરતી સંખ્યામાં રાખવા માટેનાં આદેશ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વણસે તો તે પ્રમાણેનું આયોજન કરવા માટેનું પણ સૂચન કરવામા આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *