સુરતમાં એટલાં લોકોના મોત થઈ રહ્યાં છે કે, અધિકારીને બદલે શિક્ષકો સ્મશાનમાં કરી રહ્યાં છે મૃતદેહોની ગણતરી

કોરોનાને લીધે રાજ્યનું સુરત શહેર ‘બદસુરત’ સ્તિથીમાં મુકાઈ ગયું છે ત્યારે હાલમાં કોરોનાને લીધે શહેરમાં એવી સ્થિતિ ઉભી થઈ છે કે, સ્વજનની અંતિમક્રિયા થાય એ…

કોરોનાને લીધે રાજ્યનું સુરત શહેર ‘બદસુરત’ સ્તિથીમાં મુકાઈ ગયું છે ત્યારે હાલમાં કોરોનાને લીધે શહેરમાં એવી સ્થિતિ ઉભી થઈ છે કે, સ્વજનની અંતિમક્રિયા થાય એ માટે સ્મશાનમાં પણ ભલામણ કરવી પડી રહી છે. શહેરના અશ્વનીકુમાર, જહાંગીરપુરા અને ઉમરા સ્મશાન મૃતદેહોથી ખીચોખીચ થઇ ચૂક્યા હોવાને લીધે અંતિમસંસ્કાર માટે ખુબ લાંબા સમય સુધી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે ટ્રસ્ટીઓ અથવા તો જાણકારો સમક્ષ ભલામણ કરાવવાનું શરૂ થયું છે.

હાલમાં સુરતની પરિસ્થિતિ ખુબ જ વિક્ટ બની રહી છે ત્યારે સુરતમાં મૃતદેહની ગણતરી માટે શિક્ષકોને જવાબદારી સોંપાઈ હોવાની જાણકરી મળી છે. શહેરમાં શિક્ષકોને સ્મશાનમાં ડ્યૂટી સોંપવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને શહેરના સ્મશાનગૃહમાં ફરજ પર હાજર રહેવાનો આદેશ અપાયો છે.

જેમાં રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સ્મશાનમાં ડ્યૂટી સોંપવામાં આવી છે. આની સાથે જ તંત્ર પાસે કર્મચારીઓની અછત થતાં ડ્યૂટી સોંપાતા ખુબ હોબાળો થાય તેવા એંધાણ જણાઈ રહ્યા છે. શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે ત્યારે તંત્રની કર્મચારીઓની ખોટ નજરે ચડી રહી છે.

શહેરમાં શિક્ષકોને સ્મશાન ગૃહમાં કામગીરી સોંપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્મશાનમાં મૃતદેહ ગણવાની કામગીરી કર્મચારીની સાથે-સાથે શિક્ષકોને પણ સોંપવામાં આવી છે. અચાનક જ મૃત્યુ દરમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકોએ શહેરના સ્મશાનોમાં 24 કલાક કામગીરી કરવાની રહેશે.

શિક્ષકોને 3 શિફ્ટમાં ડ્યુટી સોપવામાં આવી છે. સ્મશાનમાં 6 કલાકની ડ્યુટી કરવાની રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સ્મશાનની ડ્યુટી કરવાની રહેશે. આની સાથે જ શહેરમાં કોરોનાથી વિકટ સ્થિતિ દિન-પ્રતિદિન બની રહી છે.

શહેરની બધી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં કલેક્ટરે પણ લોકોને સાવચેત કર્યાં છે. તેમણે કહ્યું છે કે, આપણે પોતે પોતાની મદદ કરીએ તો જ કોરોના સામે જીતી શકીશું. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખુબ લાંબો સમય મદદ નહીં કરે શકે.

શહેરની હોસ્પિટલની કેપિસિટી કરતા દર્દીઓ સતત વધતા જઈ રહ્યા છે ત્યારે કલેક્ટર ધવલ પટેલ દ્વારા આજે સુરતના લોકોને અપીલ કરતા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાં માટેની અપીલ કરવામાં આવી છે. કલેક્ટર ધવલ પટેલ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે, સુરત શહેરમાં વિકટ સ્થિતિ ઉદ્દભવી રહી છે. લોકો બિનજરૂરી બહાર નીકળે નહીં.

જો બહાર નીકળે તો ફરજિયાત માસ્ક નાક ઉપર પહેરી રાખે. કોરોના ગાઈડલાઇન્સનું પાલન ફરજિયાતપણે કરવું. નવા દાખલ થનાર દર્દીની સંખ્યા ખૂબ વધુ છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આની સાથે જ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખુબ લાંબા સમય સુધી મદદ કરી શકશે નહીં,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *