World Cup 2019 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: જાણો કેટલા ગુજરાતીઓએ મેળવ્યું સ્થાન

Published on Trishul News at 10:48 AM, Mon, 15 April 2019

Last modified on April 15th, 2019 at 10:48 AM

12મા ICC વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. મુંબઈમાં સોમવારે ક્રિકેટના મહાસમર માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી.  ટીમમાં ઋષભ પંતને જગ્યા આપવામાં આવી નથી. દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે. વર્લ્ડકપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમવામાં આવશે. BCCIએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ ખેલાડીઓના નામ જાહેર કર્યા જેને વર્લ્ડકપની તક મળી છે.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની(વિકેટ કિપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મો. શમી. રવિન્દ્ર જાડેજા.

વર્લ્ડકપ ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ છે પરંતુ BCCIએ આઠ દિવસ પહેલા જ ટીમનું એલાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ આજે જાહેર કરેલી ટીમમાં સાત સભ્યો 2015ની વર્લ્ડકપની ટીમમાં રમી ચૂક્યાં છે. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે.

India’s squad for the ICC #CWC19 announced: Virat Kohli (Capt), Rohit Sharma (vc), Shikhar Dhawan, KL Rahul, Vijay Shankar, MSD (wk), Kedar Jadhav, Dinesh Karthik, Yuzvendra Chahal, Kuldeep Yadav, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Hardik Pandya, Ravindra Jadeja, Mohd Shami

Be the first to comment on "World Cup 2019 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: જાણો કેટલા ગુજરાતીઓએ મેળવ્યું સ્થાન"

Leave a comment

Your email address will not be published.


*