શિખર ધવને ચહલની પત્ની ધનશ્રી સાથે એવું તો શું કર્યું કે, સોસીયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઇ ગયો વિડીયો

Published on: 3:51 pm, Wed, 31 March 21

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં બે અડધી સદી ફટકારનારા ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન મેદાનની અંદર અને બહારની દુનિયામાં અલગ જ એનર્જી ધરાવે છે. અને હાલ સોસીયલ મીડિયામાં અવારનવાર નવા નવા વિડીયો દ્વારા લોકોને એન્ટરટેન્ટ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ધવને ઘણી વીડિયો શેર કરી હતી, જેમાં તે તેના પરિવાર સાથે ડાન્સ કરી રહ્યો હતો. જ્યારે આ સ્ટાર બેટ્સમેનને ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સાથે ડાન્સ કરવાની તક મળી ત્યારે તેમનો આ વિડીયો તેને સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને ધનશ્રી ભાંગરા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ધનશ્રી વર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘ગબ્બરની સ્ટાઈલમાં ભાંગરા’. બંનેએ સાથે મળીને, ઇન્સ્ટાગ્રામ રીલમાં પણ ખુબ આગ લગાવી છે. ચાહકોને આ વિડિઓ ખૂબ પસંદ આવ્યો છે. અત્યાર સુધીમાં તેને 3 લાખથી વધુ લાઈક્સ મળી છે.

તમને જણાવી દઈએકે, યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા વ્યવસાયે દાતની ડોક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યુબર છે. ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન ધનશ્રી યુઝવેન્દ્ર ચહલ સાથે હતા. ચહલ અને ધનશ્રી સાથે મોહમ્મદ સિરાજ મંગળવારે પુણેથી આરસીબી કેમ્પમાં જોડાવા રવાના થયા હતા.

તે જ સમયે, ધવને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં 98 અને 67 રનની ઇનિંગ્સ રમી હતી. હાલ તે ખુબ સારા ફોર્મમાં છે અને ટૂંક સમયમાં IPLની ટીમ દિલ્હી કેપિટલ્સમાં જોડાશે. દિલ્હી કેપિટલ્સ 10 એપ્રિલથી આઈપીએલની 14મી સીઝનનો પ્રારંભ કરશે. તેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છે. ટીમ આ વખતે રીષભ પંતની કપ્તાની હેઠળ રમશે. તેમને મંગળવારે ટીમની કમાન સોંપવામાં આવી હતી. નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યરને ઈજાને કારણે પંતની કપ્તાન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.