અકસ્માતનો LIVE વિડીયો: જુઓ કેવી રીતે ભગવાને બાળકનો જીવ બચાવીને બતાવ્યો સાક્ષાત પરચો

વાયરલ(Viral): જેની સાથે ભગવાન છે તેનું કોઈ ખરાબ કરી શકે નહીં. સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ(Viral videos) થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય…

વાયરલ(Viral): જેની સાથે ભગવાન છે તેનું કોઈ ખરાબ કરી શકે નહીં. સોશિયલ મીડિયા(Social media) પર એક વીડિયો વાયરલ(Viral videos) થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક બાળક સાઈકલ લઈને ખુબ જ ઝડપથી જઈ રહ્યો છે અને તે જ સમયે બાઈક ચાલક સાથે અથડાય છે. સૌથી ગંભીર વાત એ છે કે બાઇકની પાછળ એક મોટી બસ પણ ઝડપથી આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક બાઈક(Bike) સાથે ટક્કર મારે છે અને પડી જાય છે અને રોડની પેલી સાઈડ ચાલ્યો જાય છે. જ્યારે બસ સાયકલ(Bicycle)ને કચડીને પસાર થઇ જાય છે. જો થોડો પણ વિલંબ થયો હોત તો બાળકનું મોત નિશ્વિત હતું.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈક સાથે કેવી રીતે ટક્કર થઇ રહી છે. બાઇક સાથે અથડાયા બાદ બાળક રોડની પેલે પાર જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે ભગવાને આ બાળકને બચાવ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આપણે ઘણું શીખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બાળક ઘરમાં સાયકલ ચલાવતું હોય, તો તે ધ્યાન આપવાની જરૂર છે કે તે રસ્તા પર ન જાય. રસ્તા પર સાઈકલ કે અન્ય કોઈ પણ વાહન ચલાવતી વખતે આપણે ધીમી ઝડપ રાખવી જોઈએ.

આ વીડિયોને તેલંગાણા રાજ્ય પોલીસે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વાયરલ વીડિયો સાથે એક કેપ્શન પણ લગાવવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે- આ વીડિયો જોયા પછી તમારા મંતવ્યો આપો. આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ભગવાને આ બાળકને બચાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *