ગંભીર અકસ્માતમાં વડોદરાના પોલીસ કર્મીનું દુઃખદ મોત- પરિવારમાં છવાયો માતમ ‘ઓમ શાંતિ’

Published on Trishul News at 2:54 PM, Tue, 28 September 2021

Last modified on September 28th, 2021 at 2:54 PM

વડોદરા(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. તેમાં લાખો લોકો મુર્ત્યું પામતા હોય છે. તેવામાં વડોદરા જિલ્લા(Vadodara District)ના વરણામા પોલીસ સ્ટેશન(Varanasi police station)ના પોલીસ જવાનનું નેશનલ હાઇવે પર તરસાલી નજીક આઇવર ટેમ્પો સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પોલીસ જવાનનું મોત(Death of a policeman) થયું હતું. તેઓ નાઇટ ડ્યુટી પૂરી કરીને ઘરે પરત હૈ રહ્યા હતા, તે દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો હતો. પોલીસ જવાનનું મોત થતાં પોલીસ તંત્રમાં ગમગીની છવાય ગયું હતું. આ ઘટના અંગે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, ભદ્રેશભાઇ ઉદેસિહ સોલંકી મૂળ હાલોલ તાલુકાના નવીનગરી કોપરેજ ગામના વતની અને હાલ કપુરાઇ ચોકડી ડભોઇ રોડ ઉપર આવેલ રત્ન હેવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રોજ નોકરી ઉપર હાઇવે નંબર-48 પરથી અપડાઉન કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે.

તેઓ રવિવારે નાઇટ ડ્યુટીમાં ગયા હતા. નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવીને બાઇક ઉપર તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે સુરત-અમદાવાદ હાઇવે ઉપર આઇસર ટેમ્પાના ચાલકે તેનો ટેમ્પો કોઈપણ પ્રકારની ટ્રાફિક સિગ્નલની નિશાની રાખ્યા વગર હાઇવેની ત્રીજી લાઇનમાં વચ્ચે પાર્ક કર્યો હતો. જેને કારણે પૂર ઝડપે જઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ સોલંકી તેમની બાઇક સાથે પાર્ક કરેલા આઇસર ટેમ્પોના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગયા હતા. જેમાં તેઓનું સ્થળ પર મોત થયું હતું.

આ ઘટનાની જાણ પરિવારને થતા જ તેઓ તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ જવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે અકસ્માતમાં મૃતક પોલીસ જવાનના ભાઈએ હસમુખભાઈ સોલંકીની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક વિરુધ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગંભીર અકસ્માતમાં વડોદરાના પોલીસ કર્મીનું દુઃખદ મોત- પરિવારમાં છવાયો માતમ ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*