ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

હાર્મોનિયમ ની ધુન ઉપર ગાયું ‘તેરી મેરી કહાની’: વિશ્વાસ ના આવતો હોય તો જુઓ વિડિયો

'Teri Meri Kahani' was sung on harmonium tune by dog

માણસોની નકલ કરતા તમે ઘણા જનાવરોને જોયા હશે. પોપટ, ડોલ્ફિન, કુતરા, બિલાડી વગેરે બધા પ્રાણીઓ માણસોની હરકતો ની નકલ કરે છે. પરંતુ હાલના સમયમાં ઝડપથી એક વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સાથે કૂતરો ગાઈ રહ્યો છે. જોકે હજુ સુધી એ ખબર નથી પડી કે આ વિડીયો કઈ જગ્યાનો છે અને કોણે બનાવ્યો છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક કાળા જેકેટમાં પુરુષ બેઠો છે અને હાર્મોનિયમ ઉપર બોલીવુડ નું ગીત તેરી મેરી કહાની ગાતો દેખાઈ રહ્યો છે. ત્યાં જ તેના દરવાજે ઊભેલો ભૂરા અને સફેદ રંગનો કૂતરો એ વ્યક્તિ સાથે ગીત ઉપર જુગલબંધી કરી રહ્યો છે. વચ્ચે વચ્ચે આ કૂતરો પોતાનો આગળનો પગ ઉઠાવી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે તે ગીત અને સંગીત નો પુરેપુરો આનંદ લઇ રહ્યો છે.

આ વીડિયોને સુબીર ખાન નામના વ્યક્તિએ પોતાના ફેસબુક ઉપર પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયોને 54 હજાર લોકો શેર કરી ચૂક્યા છે. ઉપરાંત 23 હજાર લાઈક પણ મળી છે. આ વીડિયોના શરૂઆતમાં બાંગ્લા ભાષામાં લખેલું છે કે બિલકુલ ન હસો… હું અને બાઘો સંગીતનો અભ્યાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.