હડકાયા કૂતરાનો આતંક: પાંચ વર્ષના બાળકનો હોઠ કરડી ખાધો, પ્લાસ્ટિક સર્જરી કરવવાની આવી નોબત

હિંમતનગર(ગુજરાત): હિંમતનગરના ઇટડી અને ચિત્રોડામાં હડકાયા કૂતરાંના આતંકથી ઇટડીમાં 5 વર્ષના બાળકનું હોઠ કપાઈ જતા ઇડર સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર…

હિંમતનગર(ગુજરાત): હિંમતનગરના ઇટડી અને ચિત્રોડામાં હડકાયા કૂતરાંના આતંકથી ઇટડીમાં 5 વર્ષના બાળકનું હોઠ કપાઈ જતા ઇડર સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. જ્યાં તેના હોઠની સર્જરી કરવી પડે તેમ હતી જેના કારણે પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે. ચિત્રોડામાં કુતરાએ બે બાળક અને આધેડ પર હુમલો કર્યો હતો.

ગામમાં મુકેશભાઈ તરારનો 5 વર્ષનો દીકરો પિયુષ બસ સ્ટેન્ડ નજીક ગલ્લા પર ગયો હતો. ત્યારે હડકાયું કૂતરાંએ પિયુષના મોંઢા પર બચકા ભર્યા હતા અને હોઠ કાપી નાખતા લોકોએ કૂતરાંને મારવા દોડતાં કૂતરું હોઠ લઈ ભાગી ગયો હતો. બાળકને સારવાર માટે ઇડરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો. જ્યાં હોઠની પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેમ હતી. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *