બીજી લહેર બાદ ત્રીજી લહેરનો આંતક: એક અઠવાડિયામાં 100થી વધારે બાળકોના થયા મોત

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે કોરોનાની બીજી લહેર હજુ પૂર્ણ થઇ નથી ત્યાં ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી હોય. પરંતુ ત્રીજી લહેર હાહાકાર મચાવી દીધો છે. ત્રીજી લહેરની સૌથી વધારે અસર નાના બાળકો પર થઇ રહી છે. ત્યારે હાલમાં ભારતમાં કોરોના નિયમોને હળવા કરવામાં આવ્યા છે. પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા છે કે જ્યાં ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. ઈન્ડોનેશિયામાં સેંકડો બાળકોના કોરોના વાયરસને કારણે મોત થયા છે. મૃત્યુ પામનાર અનેક બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી હતી. ઈન્ડોનેશિયામાં એક અઠવાડિયાની અંદર 100થી વધારે બાળકોના મોત થયા છે જે ચોંકવનારી બાબત કહી શકાય.

ઈન્ડોનેશિયામાં ગત મહીને એક જ અઠવાડિયામાં 100 કરતા વધુ મોત થયા છે. ઈન્ડોનેશિયામાં હાલ કોરોના પોતાના અંતિમ ચરણ પર હોય તેવું લાગી રહ્યું છે. ઈન્ડોનેશિયામાં હવે કોરોના બાળકો પર પોતાનો આંતક મચાવી રહ્યો છે. જયારે હમણાં જ બુધવારના રોજ 50 હજાર નવા કેસ સામે આવ્યા છે અને કુલ 1566 લોકોના મોત થયા છે.

ઈન્ડોનેશિયામાં બાળ રોગના વિશેષજ્ઞોએ રિપોર્ટના જણાવ્યા અનુસાર, દેશમાં કુલ કોરોનાના કેસોમાંથી 12.5 ટકા બાળકો સંક્રમિત થયા છે. જે ગયા મહિનાની સરખામણી કરતા વધારે છે. ફક્ત 12 જુલાઈના અઠવાડિયા દરમિયાન કોરોનાથી કુલ 150થી વધારે બાળકોના મૃત્યુ થયા છે. જેમાં અંદાજે અડધા બાળકો પાંચ વર્ષથી વધારે ઉમરના હતા. જોવા જઈએ તો ઇન્ડોનેશિયામાં ત્રણ લાખથી વધારે કોરોનાના કેસો અને 83,000 લોકોના મોત થઇ ચુક્યા છે.

કોરોના વાયરસના સંક્રમણની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયામાં 18 વર્ષથી ઓછી ઉમરના કુલ 800 કરતા પણ વધારે બાળકોના મોત થઇ ચુક્યા છે. જેમાંથી મોટાભાગના મૃત્યુ ગયા મહીને થઇ ગયા છે. ઇન્ડોનેશિયામાં હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધારે લોકો પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *