જમ્મુ-કાશ્મીરમાં CRPFની ટૂકડી પર આતંકી હુમલો, આટલા જવાન શહીદ અને એક બાળકનું મોત

Published on: 1:39 pm, Fri, 26 June 20

હાલ ઘણા સમયથી ભારતના પાડોશી દેશો સાથેના સબંધો ખુબ ખરાબ ચાલી રહ્યા છે. અવરનવાર સરહદો પર નાનીમોટી લડાઈઓ ચાલતી રહે છે જેના કારણે ભારતીય જવાનોને તેનો જીવ ગુમાવવો પડે છે. હાલમાં જમ્મુ કાશ્મીરઅમાં CRPFની ટૂકડી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને ભારતે તેનો એક અમુલ્ય જવાન સિંહ ગુમાવી દીધો છે એવા સમાચાર સામે આવ્યા છે. સાથે-સાથે એક નાનો બાળક પણ મૃત્યુ થયું છે એવી શક્યતાઓ સામે આવી છે.

જમ્મુ કાશ્મીરના બીજબેહરામાં શુક્રવારના રોજ CRPFની ટૂકડી પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમાં એક ભારતીય સેનાના જવાન શહીદ થયા છે. જ્યારે એક બાળકનું પણ મોત થયું છે. સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત અથડામણ ચાલી રહી છે. શુક્રવારના રોજ પણ પુલવામાના ત્રાલમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા.

ગુરુવારના રોજ બારામુલ્લા જિલ્લાના સોપોરમાં પણ 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મરીમાં આ મહિનના દરમિયાન 15 જેટલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 46 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જે ખુબ મોટી સફળતા માની શકાય છે. આતંકીઓને મદદ કરતા લોકોને પણ પકડવામાં આવી રહ્યા છે. સાથે-સાથે બડગામના નરબલ વિસ્તારમાં બુધવારના રોજ આર્મી અને પોલીસે કાર્યવાહી કરીને લશકર-એ-તોઈબાના 5 સહયોગીઓની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.