J&K: સેનાના કાફલા પર આતંકી હુમલો, ત્રણ જવાન ઘાયલ- એક આતંકી ઠાર

Published on Trishul News at 2:57 PM, Sat, 16 March 2019

Last modified on January 13th, 2021 at 10:45 AM

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સૈનિકોના કાફલા ઉપર થયો આતંકી હુમલો ત્રણ જવાન ઘાયલ અને એક આતંકવાદીની મોત. આ સમયની સૌથી મોટી ખબર જમ્મુ-કાશ્મીરથી આવી રહી છે. આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાના કાફલા ઉપર હજુ એક વાર હુમલો કર્યો. આ હુમલાથી સેનાના ત્રણ જવાન ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. જ્યારે સારા સમાચાર એ છે કે એક આતંકવાદી ના મરવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

એ એન આઈ એ આપેલી જાણકારી અનુસાર શનિવારે સાંજના સમયે કુલ ગામમાં હરીપુરા વિસ્તારમાં સુરક્ષા બળ નો એક કાફિલો રસ્તા પરથી જઈ રહ્યો હતો. અચાનક જ સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષા બળો ના કાફલા ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી. આતંકવાદી હુમલામાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા એવી ખબર સામે આવી છે. તે જ સમયે ભારતીય સેનાએ વળતો જવાબ પણ આપ્યો. ખબર અનુસાર ભારતીય સેનાએ એક આતંકવાદીને ત્યાંને ત્યાં ઠેર કરી નાખ્યો. હાલમાં તો તે આતંકવાદીઓની કોઈ પહેચાન થઈ શકી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર એક થી બે આતંકવાદીઓને ભારતીય સેનાએ ઘેરી લીધા એવી પણ ખબર સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી ના દિવસે જમ્મુ કાશ્મીરના પુલવામાં માં સીઆરપીએફ જવાનના કાફીલા ઉપર એક મોટો આતંકવાદી હુમલો થયો. આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના 40 બહાદુર સૈનિકો શહીદ થઈ ગયા હતા. આતંકવાદી હુમલાની પાછળ જેસ એ મોહમદ નો હાથ છે એમ બતાવવામાં આવ્યું હતું. આતંકવાદી હુમલાથી કાશ્મીરમાં ફરી એકવાર હડકંપ મચી ગયો છે.

Be the first to comment on "J&K: સેનાના કાફલા પર આતંકી હુમલો, ત્રણ જવાન ઘાયલ- એક આતંકી ઠાર"

Leave a comment

Your email address will not be published.


*