પથારીમાં પેશાબ કરવાની આદત છોડાવવા માતા પિતાએ નવ વર્ષના બાળકને પ્રાઇવેટ પાર્ટમાં આપ્યા દામ

હાલમાં એક એવી હદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં પતિ-પત્નીએ 9 વર્ષના બાળક સાથે ક્રૂરતા વટાવે તેવી હરકત કરી છે. વાગલ એસ્ટેટમાં રહેતા એક યુગલે…

હાલમાં એક એવી હદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં પતિ-પત્નીએ 9 વર્ષના બાળક સાથે ક્રૂરતા વટાવે તેવી હરકત કરી છે. વાગલ એસ્ટેટમાં રહેતા એક યુગલે તેમના નવ વર્ષના બાળક પર ક્રૂરતા ગુજારી છે. એ બાળકનો વાંક માત્ર એટલો હતો કે, તે ઉંઘમાં પથારીમાં જ પેશાબ કરી જતો હતો.

બાળકના આ કૃત્યથી કંટાળીને પતિ-પત્નીએ 9 વર્ષના બાળકને માર્યો હતો. આ ઉપરાંત તેના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યા હતા. બાળકના પિતા અને તેની બીજી પત્ની પર પહેલી પત્નીના પુત્ર પર ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પહેલી પત્ની દ્વારા પોતાના બાળક પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવીને પતિ અને તેની બીજી પત્ની વિરૂદ્ધ પોલિસ ફરિયાદ કરવામાં આવી છે.

પૂર્વ પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ અને બીજી પત્ની બાળકના બેડ વેટિંગથી ગુસ્સે થઈને માર માર્યો છે. આ ઉપરાંત તેના પ્રાઈવેટ પાર્ટ પર ડામ આપ્યાં છે. વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના એસએચઓએ રવિવારે જણાવ્યું હતું કે, આઇપીસીની કલમ 324, 325, 342, 498A, 494 RW 34 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે.

પહેલી પત્નીએ આરોપ પણ મૂક્યો છે કે, પતિએ તેને હજુ છૂટાછેડા આપ્યા નથી છતાં બીજી પત્ની સાથે રહે છે. તેમણે મારા પુત્ર પર અત્યાચાર ગુજાર્યો છે. દુ:ખની વાત એ છે કે, હજી સુધી પોલીસ દ્વારા કોઈપણ તપાસ શરુ કરવામાં નથી આવી અને કોઈપણ આરોપીની ધરપક પણ કરવામાં નથી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *