મોદીજી પર કોંગ્રેસી નેતાએ કહ્યું-“લોકોની સાથે રહો, નહિતર “મન કી બાત” ની જગ્યાએ “મૌન કી બાત” થઈ જશે

કોંગ્રેસ નેતા શશી થરુરે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 49 હસ્તીઓની વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવવા પર ચિંતા વ્યક્ત કરી છે. કલા સાહિત્ય અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી 49 હસ્તીઓએ 23 જુલાઈએ મોદીના નામે ખુલ્લો પત્ર લખ્યો હતો. તેમાં મુસ્લિમ, દલિત અને અન્ય સમુદાયોની વિરુદ્ધ ભીડ દ્વારા કરવામાં આવી રહેલી હિંસા (મોબ લિન્ચિંગ) પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ તેમણે મોદીને જનતાનો પક્ષ રાખવાનો પણ આગ્રહ કર્યો, જેથી નાગરિકોની ‘મન કી બાત’ ક્યાંક ‘મૌન કી બાત’ ન થઈ જાય.

મોબ લિન્ચિંગ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

આ પત્રમાં તિરુવનંતપુરમના સાંસદે વડાપ્રધાનને એક સ્ટેન્ડ લેવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું વડાપ્રધાન લોકોની અભિવ્યક્તિ સ્વતંત્રતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધતા બતાવે. મોબ લિન્ચિંગ પછી સાંપ્રદાયિક નફરતથી કરવામાં આવ્યું હોય કે અપહરણની અફવાહથી. આ એક એવી બીમારી બની ગઈ છે, જે ઝડપથી ફેલાઈ રહી છે. આ (49) લોકોએ તેને તમારી જાણમાં લાવવાનું યોગ્ય કામ કર્યું છે. તેમણે વધુ કહ્યું હતું કે એક ભારતીય નાગરિકના રૂપમાં અમે આશા રાખીએ છીએ કે અમારામાંથી દરેક ડર્યા વગર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાને પ્રકાશમાં લાવી શકે, જેથી તમે તેને સંબોધિત કરી શકો. અમને તમારી પર વિશ્વાસ છે કે તમે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સમર્થન કરશો. જેથી ભારતના નાગરિકોની મન કી બાત મૌન કી બાતમાં ન બદલાઈ જાય.

Loading...

મતભેદ વગરનું કોઈ લોકતંત્ર નથી- શશી થરુર

થરુરે કહ્યું કે મતભેદ વગરનું કોઈ લોકતંત્ર ન હોઈ શકે. આપણો દેશ વિવિધતાઓના સહ-અસતિત્વના આધાર પર બનાવવામાં આવ્યો છે. વિચારો અને વિચારધારાઓમાં મતભેદ થતો રહે છે. એ જ ભારતને એક સફળ અને જીવંત લોકતંત્ર બનાવે છે. તમારાથી વિરુદ્ધ વિચારધારાવાળા લોકોને શત્રુ કે રાષ્ટ્ર-વિરોધી માની ન શકાય. થરુરે અમેરિકાના કોંગ્રેસમાં મોદીના સંબોધનની યાદ અપાવતા કહ્યું કે તમે 2016ના તમારા ભાષણમાં સંવિધાનને એક પવિત્ર પુસ્તક ગણાવ્યું હતું. તમે કહ્યું હતું કે ભારતીય સંવિધાન દેશના તમામ નાગરિકોને મૌલિક અધિકારોના રૂપમાં વિશ્વાસ, ભાષણ અને મતાધિકારની સ્વતંત્રતા આપે છે.

શાસનની નિષ્ફળતા પ્રકાશમાં લાવનાર પત્રકારોની ધરપકડ થઈ રહી છે

કોંગ્રેસ નેતાએ વડાપ્રધાનને પૂછ્યું કે શું નવા ભારતમાં દરેક વખતે નાગરિક કે સરકારની નીતીઓની ટીકા કરવા પર એફઆઈઆર નોંધાવવામાં આવશે ? શું નવા ભારતને તમે એવું બનાવવા માંગો છો કે દેશના લોકોને સાંભળવામાં ન આવે, તેમની મુશ્કેલીઓને સાંભળવામાં ન આવે ? શું નવું ભારત એવું છે, જેમાં તમારી સાથે મતભેદ રાખનાર તમામ વિરોધી પાર્ટીઓને દેશનો દુશ્મન માનવામાં આવે. નવું ભારત શું એવું હશે, જ્યાં પત્રકારોને શાસનની નિષ્ફળતાને બહાર લાવવા બદલ ધરપકડ કરવામાં આવશે.

કોંગ્રેસના નેતાએ ટ્વિટર પર પત્રનો ફોટો પણ શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.