સુરત: યુવતી કિડનેપ થયાના 17 દિવસ વિતી ગયા, તેમ છતાં વરાછા પોલીસે કોઈ કાર્યવાહી કરી નહિ

સુરતના વરાછા વિસ્તારમાં 17 દિવસ પહેલાં ખરક સમાજ ની નાબલિક છોકરી નું કોળી સમાજના છોકરા દ્વારા ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા પોલીસ…

સુરતના વરાછા વિસ્તારમાં 17 દિવસ પહેલાં ખરક સમાજ ની નાબલિક છોકરી નું કોળી સમાજના છોકરા દ્વારા ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી. જો કે, હજુ સુધી કિશોરીની શોધખોળ કરવામાં આવી નથી. પોલીસની ધીમી કામગીરીના પગલે પરિવાર સહિત ખરક સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે પરિવાર અને સમાજના 400 થી 500 લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા કિશોરીના પરિવારજનોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

કિશોરીનું લગ્નની લાલચ આપીને અપહરણ

સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ.રોડ પર આવેલી અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8મી જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, કિશોરી હજુ સુધી ન મળી આવતા કિશોરીના પિતાએ પોલીસ તપાસ યોગ્ય રીતે ન થતી હોવાના અસંતોષ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

આરોપી કમલેશભાઈ જોધાભાઈ ભાલીયા

મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં: કિશોરીના પિતા

ગુમ થયેલ કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, આરોપી કમલેશભાઈ જોધાભાઈ ભાલીયા દીકરીને ઉપાડી ગયો તે જ દિવસે પોલીસ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસને આરોપીના બહેનના ઘરેથી મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં તે તપાસમાં કબ્જે લીધેલા છે. પરંતુ અન્ય કોઈ કાર્યવાહી કરાઈ નથી. અત્યાર સુધીમાં તમામના નિવેદનો જ લેવામાં આવ્યા છે. આરોપી અમારી દીકરીને લઈને તેના વતનમાં નાસી ગયો હોય તે અંગે અમે આશંકા દર્શાવી છે છતાં ત્યાં પણ તપાસ કરી નિવેદનો જ લેવાય છે. અમને રાજકીય દબાણમાં યોગ્ય તપાસ ન થતી હોવાની આશંકાથી કમિશનર કચેરીએ આવેદનપત્ર આપીને અમારી દીકરી નાબાલિક હોય ઝડપથી અમને પરત અપાવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *