આ 5 બેંકો ભવિષ્યમાં બંધ થાય તેવી શક્યતા, ક્યાંક તમારી બેન્ક તો નથી ને આમાં ?

Published on Trishul News at 6:57 PM, Mon, 16 March 2020

Last modified on March 16th, 2020 at 6:57 PM

નોટબંધી વખતે સરકારે દરેક નાગરિકને પોતાની પરસેવાની કમાણી બેંકમાં મુકવાની ફરજ પાડી હતી. સરકારે વિશ્વાસ આપ્યો હતો કે બેન્કમાં નાગરિકોના પૈસા સુરક્ષિત છે. સાથે જ સરકારે ડિજિટલ બેન્કિંગને પણ પ્રોત્સાહન આપ્યું હતું. ક્યારેક દેશની 5માં નંબરની પ્રાઇવેટ બેંક રહી ચૂકેલ યસ બેંક સંકટમાં મુકાઈ ત્યારે ડિજિટલ સેવા પણ ઠપ્પ હતી. યસ બેંક બાદથી હવે અલગ-અલગ બેંકો પર સવાલો ઉઠી રહ્યાં છે. યસ બેંકની જો વાત કરીએ તો બેંક સંકટમાં મૂકાવા પાછળ પણ હજારો કરોડ રૂપિયાનાં NPAને જવાબદાર માનવામાં આવી રહી છે.

આખરે શું હોય છે ગ્રૉસ NPA?
કોઇ પણ બેંક તરફથી રજૂ કરવામાં આવેલ લોનનો તે ભાગ NPA એટલે કે નોન પરર્ફોર્મિંગ એસેટ કહેવાય છે કે જેને લોનધારક પરત ચૂકવી ન શકે. સતત ત્રણ મહીના સુધી દેવાંનો હપ્તો અથવા તો પછી વ્યાજ ન ચૂકવવા પર બચેલી રકમને NPA કહેવાય છે.

તો જાણો કઈ બેન્ક નું કેટલું NPA છે :-

NPAમાં IDBI નંબર વન
બેંકોનાં ગ્રૉસ NPAની જો વાત કરીએ તો સરકાર તરફથી તાજેતરમાં જ ખાનગી હાથોમાં સોંપવામાં આવેલ IDBI બેંકનો 28.7 ટકા ગ્રૉસ NPA છે.

લક્ષ્મી વિલાસ બેંકનું 23% NPA
લક્ષ્મી વિલાસ બેંકનો 23.3 ટકા ગ્રૉસ NPA છે. NPA દેવાંનો એ ભાગ હોય છે કે જેને બેંક ફસાયેલ માને છે. કોઇ પણ લોનનાં વ્યાજને પણ ત્રણ મહીના સુધી કોઇ ચૂકવણી ન થવા પર લોનને NPAમાં નાખી દેવામાં આવે છે.

સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડીયા
સરકારી ક્ષેત્રનાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાનાં 20 ટકા NPA છે. NPAની દ્રષ્ટિએ આ ટકાવારી ખૂબ વધારે છે.

UCO બેંક
સરકારી ક્ષેત્રની આ નાણાંકીય બેંકનો 19.5 ટકા ગ્રૉસ NPA છે.

5માં નંબર પર ઇલાહાબાદ બેંક
ઇન્ડીયન બેંકની સાથે 1 એપ્રિલથી વિલય થનારી ઇલાહાબાદ બેંકનું 18.9 ટકા NPA છે.

આ 5 બેંકોની હાલત છે ખૂબ ઉત્તમ
સૌથી ઓછો ગ્રૉસ એનપીએ એચડીએફસી બેંકનો 1.4 ટકા છે. બંધન બેંકનો એનપીએ 1.9 ટકા છે અને ડીસીબી બેંકનો 2.2 ટકા એનપીએ છે. ઇન્ડસઇન્ડ બેંકનો 2.2 ટકા એનપીએ છે. જ્યારે કોટક મહીન્દ્રા બેંકનો 2.5 ટકા એનપીએ છે.

આ બેંકોનો NPA દર ઓછો

એચડીએફસી 1.4 ટકા

બંધન બેન્ક 1.9 ટકા

ડીસીબી બેન્ક 2.2 ટકા

ઈંડસઈંડ બેન્ક 2.2 ટકા

કોટક મહિન્દ્રા બેન્ક 2.5 ટકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "આ 5 બેંકો ભવિષ્યમાં બંધ થાય તેવી શક્યતા, ક્યાંક તમારી બેન્ક તો નથી ને આમાં ?"

Leave a comment

Your email address will not be published.


*