‘મેં મારી જિંદગી જીવી લીધી હવે આમને બચાવો’ કહી હસતાં મોઢે આ વૃદ્ધાએ કોરોનાગ્રસ્ત યુવાનને બેડ આપી દીધો

કોરોના દરરોજ હજારો લોકોને પોતાના શંક્જામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. જેને લીધે આપણે પણ થોડી ગંભીરતા દાખવવાની…

કોરોના દરરોજ હજારો લોકોને પોતાના શંક્જામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. જેને લીધે આપણે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે કેમ કે, હાલમાં કોઈ પણ હોસ્પિટલોમાં બેડ ખાલી રહ્યા નથી. હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો પણ એટલી લાગી છે કે, અમુક દર્દીઓતો હોસ્પિટલ પહોચે એ પહેલા જ મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક વૃદ્ધએ પોતાના જીવનની પરવાહ કર્યા વગર મદદ કરવા આગળ આવ્યા છે તો ચાલો જણાવીએ આ વૃદ્ધની માનવતા વિશે..

કોરોનાની આ બીજા પડાવમાં લોકોને નથી બેડ મળી રહ્યા કે ના તો ઓક્સીજન કે જરૂરી દવાઓ મળી રહી, ત્યારે આવી ભયાનક પરિસ્થિતિમાં 85 વર્ષના એક વૃદ્ધ પોતાનો જીવ ગુમાવે તે પહેલા મદદ કરી હતી. મહારાષ્ટ્રના નાગપુરના 85 વર્ષના નારાયણ ભાઉરાઉ દાભાડકર હોસ્પીટલમાં એડમીટ હતા તે સમય દરમિયાન એક મહિલા તેમના 40 વર્ષના પતિને લઈને હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યાર બાદ હોસ્પીટલમાં બેડ ખાલી ન હોવાને કારણે દાખલ કરવાથી ઇનકાર કર્યો. મહિલા ડોક્ટરને આજીજી કરવા લાગી.

આ સમગ્ર ઘટના જોઈ રહેલા વૃદ્ધ નારાયણ ભાઉરાઉ દાભાડકરે પોતાનો બેડ એ મહિલાના પતિને આપવા માટે હોસ્પિટલ સ્ટાફને રજૂઆત કરવામાં આવી અને રજૂઆત કરતા કહ્યું કે ‘મેં મારી જિંદગી જીવી લીધી હવે આમને બચાઓ’ મારી ઉમર તો 85 વર્ષની છે, જયારે આ મહિલાનો પતિ યુવાન છે. તેમના પતિને પરિવારની જવાબદારી  સંભાળવાની હોય છે જેથી હવે મારો બેડ તેમને આપો.

દભાડકરનું હોસ્પિટલમાંથી પરત ફર્યાના 3 દિવસ પછી થઈ ગયું નિધન:
નારાયણ ભાઉરાઉ દાભાડકરની હોસ્પિટલ સ્ટાફને કરવામાં આવેલ વિનંતીને ધ્યાનમાં લેતા હોસ્પિટલ સ્ટાફએ તેમની પાસે કાગળમાં લખાણ લખાવ્યું કે હું મારો બેડ અન્ય દર્દીને મારી મરજીથી સોપી રહ્યો છું. ત્યારબાદ નારાયણ ભાઉરાઉ દાભાડકર પોતાના ઘરે આવ્યા અને તેમની તબિયત લથડતી ગઈ અને તેમનું 3 દિવસ બાદ મૃત્યુ થયું.

નારાયણ ભાઉરાઉ દાભાડકર થોડા દિવસ પહેલા જ કોરોના સંક્રમિત થયા હતા. તેમનું ઓક્સીજન લેવલ સતત ઘટી રહ્યું હતું અને 60 સુધી પહોચી ગયું હતું. ત્યાર બાદ તેમના પુત્ર અને જમાઈ તમને ઇન્દિરા ગાંધી હોસ્પીટલમાં લઇ ગયા અને ખુબ જ મુશ્કેલી વેઠ્યા બાદ તેમને બેડ મળ્યો. નારાયણ ભાઉરાઉ દાભાડકર હોસ્પીટલમાંથી ઘરે પરત એટલે ફર્યા કે તેમનો બેડ એક યુવાનને મળી શકે.

બાળકોમાં ચોકલેટ ચાચાના નામથી જાણીતા હતા નારાયણ ભાઉરાઉ દાભાડકર:
નારાયણ ભાઉરાઉ દાભાડકરના સંબંધી ગણાતા શિવાની દાણી-બખરે જણાવતા કહ્યું હતું કે દાભાડકર બાળકોને  ચોકલેટ વહેંચતા હતા. એ ચોકલેટને કારણે નારાયણ ભાઉરાઉ દાભાડકર ચોકલેટ ચાચાના નામથી જાણીતા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *