‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ, જાણી લો કોણ બનશે નવી ‘દયા બેન’

Published on: 4:13 pm, Sun, 28 February 21

તારક મહેતા (Tarak Mehta Ka Ooltah Chashmah) શોને લઈને દિવસે દિવસે અવનવા સમાસાર સામે આવતા હોય છે. ત્યારે આજે પણ એક સમાચાર આવ્યા છે. જે તમારી ખુશી બમણી કરી દેશે. સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ ઉભી કરી દીધી છે. જેઠાલાલ (Jethalal)થી લઈને નટુકાકા (Nattu Kaka) સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે.

છેલ્લા 12 વર્ષથી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં દીલિપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા, સહિતના સ્ટાર ફેન્સના ફેવરિટ બની ગયા છે. દરેક કિરદારની અલગ ઓળખ છે. દયાભાભી પણ દર્શકોના માનસ પર એક છાપ છોડી દેતુ કેરેક્ટર છે. જોકે, દયભાભીનો રોલ કરતી દિશા વાકાણી છેલ્લા ત્રણ વર્ષથી સ્ક્રિન પર જોવા મળતી નથી.

the actress will replace disha wakani in taraq mehta ka ulta chashma » Trishul News Gujarati Breaking News

દિશા વાકાણીએ 2017માં મેટેનિટી બ્રેક લીધો હતો, જો કે ત્યારબાદ તે શોમાંથી પરત નથી ફરી. એકવાર એક એપિસોડ માટે તેમણે કૈમિયો જરૂર કર્યો હતો.  શોમાં અનેક વખત દિશા વાકાણીને રિપ્લેસ કરવાની વાતો પણ સંભળાતી હતી. જો કે હવે શો મેકરે દયાભાભીની ભૂમિકા માટે એક્ટ્રેસ સર્ચ કરવાનું શરૂ કરી દીધું છે.

નાગિનની 4ની  એક્ટ્રેસ રાખી વિજાને દયાબેનનો રોલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા રાખી વિજાને કહ્યું કે, ‘કોઇ પણ દયા ન બની શકે કારણ કે તે આઇકોનિક છે. જો કે તક મળવી જોઇએ. હું આ રોલ કરવા ઉત્સુક છું, હું ફરી એકવાર મારા ફેન્સને હસાવવા ઇચ્છું છું’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ સીરિયલ સૌથી વધારે પસંદ કરનારી ટીવી સીરિયલમાંથી એક છે અને ટીઆરપીમાં પણ ટૉપ 5માં પોતાનું સ્થાન બનાવતો આવ્યો છે. શૉના દરેક કલાકાર પોતાની એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે. દરેક કલાકારની પોતાની એક અલગ જ વાર્તા છે, જે ફૅન્સને બાંધી રાખે છે. લાંબા સમયથી શૉમાંથી ગાયબ થયેલા દયાબેન શૉમાં પાછા ફર્યા નથી, પણ એવું લાગી રહ્યું છે કે જેઠાલાલની પત્ની અને ગરબાક્વીન દયાબેન ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં પાછા ફરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Vijan (@rakhivijan)

વર્ષોથી દિલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા અને ભીડે જેવા સ્ટાર્સ ફૅન્સના મનપસંદ કલાકાર રહ્યા છે. પરંતુ આ સીરિયલનું એક પાત્ર સૌથી યાદગાર રહ્યું છે, એ છે આપ સૌની દયાભાભી. છેલ્લા 3 વર્ષોથી ફૅન્સ દયાબેનને સ્ક્રીન પર જોઈ શક્યા નથી. શૉમાં દયાબેનનું પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણી 3 વર્ષથી શોથી દૂર છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2017માં દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી. ત્યાર બાદથી તે શોમાં પાછી ફરી નથી. ફક્ત એકાદ-બે વાર તે એક એપિસોજ માટે કેમિયો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle