ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરતમાં લુમ્સના કારીગરો બન્યા બેફામ :કરી મારજુડ, ઘટના CCTVમાં કેદ

the artisan of the looms in Surat :incident captured in CCTV

વિવિંગ એકમોમાં કામ કરતા કારીગરોની મજૂરી વધારવા ની માંગણીનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.કારીગરની આડમાં અસામાજિક તત્વો દ્વારા લુમ્સ ના કારખાના બંધ કરાવી કારીગરો ને માર મારવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

છેલ્લા એક સપ્તાહથી સરથાણા, અમરોલી કીમ તથા સાયણ સહિતના ઇન્ડસ્ટ્રી વિસ્તારો કારીગરો દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે. કારીગરો દ્વારા અગાઉ મજૂરી દરમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે લુમ્સ ના કારખાનેદારો દ્વારા મજૂરી દરમાં વધારો કરવામાં આવ્યો ન હતો .જેને કારણે કારીગર આલમમાં રોષ જોવા મળ્યો હતો .છેલ્લા સપ્તાહથી કારીગરો દ્વારા લુમસના કારખાનાઓ બંધ કરાવી વિરોધ નોંધાવવામાં આવ્યો આવી રહ્યો છે. દરમિયાન ગતરોજ સરથાણા, કીમ સહિતના લુમ્સના કારખાનાઓ શરૂ કરવામાં આવ્યા હતા .

જોકે કેટલા કારીગરોની આડમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ કારખાનાઓ બંધ કરાવવામાં આવ્યા હતા .આ ઉપરાંત લુમ્સ ના કારખાનેદાર વિજય માંગુકિયા તથા અન્ય એક સાથી મિત્રને અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો .આ ઘટના બાદ બંનેને ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ લુમ્સ ના કારખાનેદારો દ્વારા પોલીસ કમિશનર તથા રેન્જ આઈજીને લેખિતમાં રજૂઆત કરી પ્રોટેક્શન આપવા માંગ કરાઈ હતી .તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા કારીગરો બેફામ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.