11 કે 12 કઈ તારીખે છે રક્ષાબંધન? રાખડી બાંધવા ફક્ત આટલા કલાકનું છે શુભ મુહૂર્ત- જાણી લેજો નહીતર..

Published on: 4:38 pm, Thu, 4 August 22

રક્ષાબંધન (Rakshabandhan)નો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેથી હવે રક્ષાબંધનને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ વર્ષે પૂર્ણિમા તિથિની શરૂઆત અને અંતના સમયને કારણે, રક્ષાબંધન 11 ઓગસ્ટ 2022 કે 12 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવી તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે. વાસ્તવમાં, પૂર્ણિમાનો પ્રારંભ 11મી ઓગસ્ટે થશે, પરંતુ આ દરમિયાન ભદ્રાનો સમયગાળો હોવાથી તે સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ કારણથી આ દિવસે રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી.

ભદ્રા કાળમાં શરૂ થશે પૂર્ણિમા તિથિ :
મળતી માહિતી અનુસાર, આ વર્ષે એટલે કે, 11મી ઓગસ્ટ 2022ના રોજ ગુરુવારે સવારે 10:38 વાગ્યાથી પૂર્ણિમાનો પ્રારંભ થશે અને બીજા દિવસે 12મી ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે. પરંતુ પૂર્ણિમા તિથિ સાથે ભદ્રાનો સમયગાળો પણ શરૂ થશે અને તે 11 ઓગસ્ટની રાત્રે 08:51 મિનિટ સુધી રહેશે. આવી સ્થિતિમાં જે બહેનો 11મી ઓગસ્ટે રાત્રે 08:51 વાગ્યા પછી રાખડી બાંધવા માગે છે, તેઓ રાખડી બાંધી શકશે. આ પહેલાનો સમય અશુભ ગણવામાં આવતો હોવાથી ત્યારે રાખડી બાંધી શકાશે નહિ.

આ તારીખે બાંધો રાખડી:
11 ઓગસ્ટ 2022ના રોજ રાત્રીના 08:51 પછી શુભ મુહુર્ત શરુ થતું હોવાને કારણે ઘણા લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવી રહ્યા છે. 12મી ઓગસ્ટના રોજ સવારે 05:52 કલાકે સૂર્યોદય થવાની સાથે જ રક્ષાબંધનનો શુભ સમય શરૂ થશે અને તે લગભગ 3 કલાક સુધી ચાલશે.

આવી સ્થિતિમાં ઉદયા તિથિ અને શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને 12મી ઓગસ્ટની સવારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે તો સારું રહેશે. આ ઉપરાંત 12 ઓગસ્ટને શુક્રવારે ધાતા અને સૌભાગ્ય યોગ પણ બની રહ્યો છે. તેથી આવા શુભ યોગમાં ઉજવાતા ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર બંનેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય લઈને આવે છે.

આ કારણે ભદ્ર કાળમાં ન બાંધી રાખડી :
ભદ્રા કાળમાં કોઈપણ શુભ કાર્ય ક્યારેય ન કરવું જોઈએ. તેને ખુબ જ અશુભ સમયગાળો ગણવામાં આવે છે. તેથી ભદ્ર કાળમાં રાખડી બાંધવી પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આટલું જ નહીં ભદ્ર કાળમાં કરેલું કામ પણ બગડે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભદ્રકાળમાં લંકાપતિ રાવણની બહેન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને બાદમાં તેનો સર્વનાથ થઈ ગયો હતો. તેથી ભદ્રા કાળમાં રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. તેથી આ વર્ષે 12 ઓગસ્ટના રોજ શુભ મુહુર્તમાં રાખડી બાંધવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.