ગર્ભમાં બાળક શું કરે છે? હવે આ રીતે દરેક માતા વિડીયો દ્વારા જોઈ શકશે બાળકની હલચલ

દરેક મહિલા (Women)ની જીંદગીમાં સૌથી મોટું સુખ માતા(Mother) બનવાનું હોય છે. માતા માટે એક જીવની અંદર બીજા જીવનો ઉછેર કરવો કોઈ કરિશ્માથી ઓછું નથી, તેથી…

દરેક મહિલા (Women)ની જીંદગીમાં સૌથી મોટું સુખ માતા(Mother) બનવાનું હોય છે. માતા માટે એક જીવની અંદર બીજા જીવનો ઉછેર કરવો કોઈ કરિશ્માથી ઓછું નથી, તેથી પ્રેગ્નેન્સી (Pregnancy)નાં સમયનો આનંદ લઈને તેની ખુબસુરત યાદોને કેમેરામાં કંડરાવી જોઈએ. જેથી હવે તમે તમારું બાળક(Baby) ગર્ભમાં સુતું છે કે જાગે છે તેની પણ જાણકારી મેળવી શકશો.

આ અંગે ડો. મીરા પાઠક જણાવે છે કે, પ્રેગ્નેન્સીમાં પહેલી વાર ગર્ભમાં રહેલાં બાળકની હલચલનો અહેસાસ કરવો સૌથી સુંદર પળ હોય છે. સમય જતા માતા ધીમે-ધીમે ગર્ભાશયમાં બાળકની હિલચાલને ઓળખવા લાગે છે. તમે પણ આ સુંદર યાદોનું એક મેમરી કાર્ડ જરૂર બનાવી શકો છો.

જેમ કે, 10માં અઠવાડિયાની પ્રેગ્નેન્સીમાં બાળક પોતાનું માથું હલાવી શકે છે. તેમજ પેટને હળવા હાથેથી દબાવતા બાળક વધુ હલીચલી શકે છે. આ ઉપરાંત 22માં અઠવાડિયે બાળક ગર્ભમાં પહોચતા અજવાળા તરફ વધુ મોઢું રાખે છે. તેમજ 23માં અઠવાડિયે બાળક બહારનો અવાજ પણ સાંભળી શકે છે. વધુમાં ડો. મીરા પાઠક જણાવે છે કે, જયારે તમને બાળકની હલચલની આદત પડી જાય છે ત્યારે તમે કદાચ બતાવી શકશો કે બાળક કયારે તેના અંગો ફેલાવે છે કારણકે તે સમયે બાળક લાત મારશે કે ધક્કો મારશે તેનો પણ અહેસાસ તમને થશે.

આ ઉપરાંત જયારે બાળક ગર્ભમાં તેથી સ્થિતિ બદલે છે તો તેની પણ તમને ખબર પડશે. તે સમયે તમારા ગર્ભનાં આકારમાં બદલાવ આવી શકે છે. તેમજ પ્રેગ્નેન્સીનાં છેલ્લા સમયમાં તમને એ પણ ખબર પડશે કે, બાળકની એક્ટિવિટી કંઈક અલગ જ છે. પ્રેગ્નેન્સીનો સમય વધવાની સાથે-સાથે બાળકની એક્ટિવિટીને સમજવી પણ આસાન થઇ જાય છે. તેમજ દરેક બાળકનો સુવાનો અને જાગવાનો સમય અલગ અલગ હોય છે. તમે પણ તમારા બાળકની એક્ટિવિટીમાં કોઈ બદલાવ જુઓ છો અથવા તો કોઈ પણ રીતે તમને કોઇ ચિંતા થતી હોય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *