ટૂંક સમયમાં બંધ થઈ રહી છે આ બેંક, જલ્દીથી તમારા પૈસા કાઢી લો

The bank is closing soon, withdraw your money soon

Sponsors Ads

ફેબ્રુઆરી 2018 માં બિઝનેસ શરૂ કરનાર આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ લિમિટેડ બેંક પોતાનો બિઝનેસ બંધ કરવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, કંપનીએ સ્વૈચ્છિક રીતે તેના વ્યવસાયને સમાપ્ત કરવા માટે અરજી કર્યા પછી તેના નુકશાનને ધ્યાનમાં રાખીને બિઝનેસ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Sponsors Ads

રિઝર્વ બેંકે એક જાહેરનામું બહાર પાડતાં કહ્યું હતું કે, ‘મુંબઈ હાઈકોર્ટે 18 સપ્ટેમ્બર 2019 ના રોજ આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંક લિમિટેડને સ્વૈચ્છિક રીતે હટાવવાની અરજી પર આદેશ આપ્યો છે.’


Loading...

આરબીઆઈની નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ હાઈકોર્ટે આ માટે લિક્વિડેટર તરીકે ડેલાઈટ તાઉચે ટોમાસ્તુ ઇન્ડિયા ના સિનિયર ડિરેક્ટર વિજયકુમાર વી. એયરની નિમણૂક કરી છે.

Sponsors Ads

તમને જણાવી દઈએ કે, આ વર્ષે જુલાઇની શરૂઆતમાં, આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકે પોતાનો વ્યવસાય બંધ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે, ‘અણધાર્યા પ્રસંગો’ ને કારણે આ બિઝનેસ ‘અવ્યવહારુ’ હતો.

આ પછી, એબીઆઈપીબીએલ એક સંદેશ દ્વારા તેના વ્યવસાયને મજબૂત કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.adityabirla.bank પર માહિતી આપી હતી. આ સંદેશમાં, બેંકે તેના ગ્રાહકો માટે લખ્યું છે કે, અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે બેંકે તમારી થાપણ પરત ખેંચવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.

વેબસાઇટ પર ઉપલબ્ધ સંદેશમાં વધુમાં જણાવાયું છે કે, અમે તમને વિનંતી કરીએ છીએ કે, બેંકમાં જમા કરાયેલ રકમને ઓનલાઇન, મોબાઇલ બેન્કિંગ, નજીકના બેંકિંગ પોઇન્ટ દ્વારા સ્થાનાંતરિત કરો.

આ સાથે બેંકે હેલ્પલાઈન નંબર 18002092265 આપ્યો છે. આ સિવાય તમે vcare4u@adityabirla.bank ને ઇમેઇલ કરીને માહિતી મેળવી શકો છો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ કંપની તેના પેમેન્ટ બેંકના વ્યવસાયને બંધ કરી રહી છે.

આ અગાઉ પણ ટેક મહિન્દ્રા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની, આઈડીએફસી બેંક અને ટેલિનોર ફાઇનાન્શિયલ સર્વિસિસએ પણ પેમેન્ટ બેંક સેવા બંધ કરી દીધી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2015 માં આ તમામ કંપનીઓને પેમેન્ટ બેંક સેવા માટે લાઇસન્સ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...